છોટાઉદેપુર જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

જિલ્લાના દૂધ ઉત્પાદકો સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું, જે અંતર્ગત નાયબ પશુપાલન અધિકારીશ્રી ડૉ.સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે દૂધ આપવા આવતા દૂધ ઉત્પાદકોએ સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here