નસવાડી સેવાસદન ખાતે રાષ્ટ્રીય જનજાતી આયોગની ટીમ આવી પહોંચતા જંગલ જમીનના પ્રશ્નોને લઈ આદિવાસીઓ ઉમટ્યા

નસવાડી, (છોટાઉદેપુર)-જાવેદ એન કુરેશી :-

“આવેલ અધિકારીઓને જંગલ જમીન ના મુદ્દે ધારદાર રજૂઆતો કરવામાં આવી”

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના જમીનોના પ્રશ્નોનુ નિરાકરણ આવે તેના માટે દિલ્હીથી આવેલ ટીમે ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ખેડૂતોના ૨૦૦૬વન અધિકાર કાયદાને કઈ રીતે અમલ થાય તેના માટે દિલ્હીથી ટિમ નસવાડી સેવાસદન ખાતે આવી પહોચી હતી જે ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડુતો સાથે વાર્તાલાપ કરવામાં આવયો હતો અને ખેડૂતોએ તેમને પાડતી મુશ્કેલીઓની ધારદાર રજૂઆતો કરવામા આવી હતી ખેડૂતોને ક્યા પ્રશ્નો નડી રહ્યા છે તેની તપાસ માટે કમિશન ફોર સીડ્યૂલ ટ્રાઈબની ટીમ આવી હતી જેમા ખેડૂતોના દવાઓના નિકાલની કામગીરી ચાલુ છે તેમ છતા પણ વન વિભાગના અધિકારીઓ પ્લાનસ્ટેશનની કામગીરી કરી રહ્યા છે જેના માટે જેની અરજીઓ બાકીમા છે તેનો ઝડપથી નિકાલ કરવામા આવે અને ખેડુતો દ્રારા સામુહિક હક દવાઓની માંગ કરવામાં આવી છે જે બાકી દવાઓની અરજીઓ કરવામાં આવી છે તેનો વહેલી તકે નિકાલ આવે અને જે માપણી કરીછે તે રીતે જમીન આપવામા આવે આવા અનેક મુદ્દાઓની ચર્ચાઓ આવેલ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી અને અધિકારોએ જણાવ્યુ કે ખેડૂતોના પ્રશ્નો ને વહેલી તકે નિકાલ કરવામાં આવશે અને જે ગીર ફાઉન્ડેશન દ્રારા જે નકશા સર્વે કર્યા એ અલગ બતાવે છે અને જમીન ઓછી બતાવે તેની પણ રજુઆત કરી હતી અને મોટી માત્રામા આવેલ આદિવાસિઓએ પોતાના હક માટેની માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here