કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે કલેકટર અમિત અરોરાની અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ વેક્સિન વિષે માગૅદશૅન આપ્યું

કાલોલ નગરમાં કોવીડ-૧૯ નાં કેસો સામે રક્ષણ આપવા માટે તાલુકા પંચાયત ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ નાં કેસોમાં રક્ષણ મેળવવા માટે વેક્સિન અંગેની પ્રવૅતમાન ગેરસમજ ને દુર કરવા અને નગરનાં લઘુમતી કોમના લોકો અને નગરનાં વેપારીઓ માગૅદશૅન આપવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ઉપસ્થિત રહેલ નગર જનોને વઘુમાં વઘુ લોકો વેક્સિન લે અને તેના ફાયદા પણ સમજાવ્યા હતાં.કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી ને નગરમાં વેપારી વર્ગ, લઘુમતી વિસ્તારમાં આવેલી મસ્જિદ માં સંક્રમણ વધે નહીં તે માટે તેમણે સમજ આપી કોઈ પણ વ્યક્તિ વેક્સિન થી વંચિત ના રહે તે પ્રયાસ કરવા નગરપાલિકાના કાઉન્સિલરો ને જણાવ્યું હતું.તેમજ તાલુકા વિકાસ અધિકારી સેજલ સંગાડા ને પણ મુખ્ય ગામો ડેરો ગામ,ડેરોલસ્ટેશન, મલાવ, એરાલ જેવાં ગામોના તલાટી કમ મંત્રી ઓને સજાગ કરી ૪૫ વર્ષ ઉપરનાં લોકો વંચિત રહી ન જાય તે માટે સાવચેત કરવામાં મદદ રૂપ થાય અને શનિવારના રોજ થી વેક્સિન ની કામગીરી શરૂ કરી દેવાય તદુપરાંત ઈન્ડસ્ટ્રીઝ કરીયાણા પણ જાગૃતતા લાવી વેક્સિન થી કોઈ વંચિત ન રહે તે માટે યોગ્ય સુચનો કરવામાં આવ્યાં હતાં. જેમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ડી.એસ.ઓ.એન.બી.રાજપુત, પ્રાંત અધિકારી શહેરા જય બારોટ, કાલોલ મામલતદાર પી.એમ.જાદવ, નાયબ મામલતદાર મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી સેજલ સંગાડા, નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી તેમજ નગરનાં વનિકસમાજ, રાજપુત સમાજ,આને લઘુમતી સમાજના આગેવાનો એ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here