છોટાઉદેપુર : ચલામલી ગ્રુપ પ્રાથમિક શાળામાં માતૃ,પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગ્રુપ પ્રાથમિક શાળામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ,પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓના માતા,પિતાને શાળામાં આમંત્રણ આપી શાળાના આચાર્ય દિનેશભાઇ ઢેબરિયાએ બોલાવ્યા હતા.વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પોતાના માતા,પિતાનું પૂજન ભારતીય સંસ્કૃતિ મુજબ કરાવ્યું હતું.માતૃ,પિતૃ પૂજન દરમિયાન કેટલાય માતા,પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા.જો કે માતા,પિતાએ પૂજનના કાર્યક્રમને બિરદાવ્યો હતો.આ કાર્યક્રમમાં બોડેલી પાસેની શિક્ષણક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાના શિક્ષણ સલાહકાર,પૂર્વ નિવૃત્ત આચાર્ય અને ચલામલીના શિક્ષણવિદ કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.તેમને બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આજના ટેક્નોલોજી અને મોબાઈલના યુગમાં માતૃ,પિતૃ પૂજનના કાર્યક્રમો થતા નથી.પહેલાના સમયમાં એક કુવામાં ચાર કૂવાનું પાણી સમાતું હતું.આજે બાળકોને સમય સાથે પ્રત્યેક દિવસનું મહત્વ સમજાવવુ ખુબ જરૂરી બન્યું છે.માતા,પિતા ઘરમાં જેવો વ્યવહાર,વાણી અને વર્તન કરે છે એવું જ ઘરમાં રહેલું બાળક શીખે છે.શાળા છૂટ્યા બાદ બાળકો પાસે પ્રત્યેક માતા,પિતાએ સમય કાઢવો જોઈએ.બાળકોના મનસ પર અસર ન કરે તે માટે માતા,પિતાએ ઘરમાં વાણી,વિલાસરૂપી વ્યસન ન કરવું જોઈએ.બાળકોને સારા સંસ્કાર આપવા સારા પુસ્તકો આપવા જોઈએ.શાળાના પ્રત્યેક બાળકોને દરરોજ માતા,પિતાને વંદન કરવાના સંકલ્પ ગામના સેવાભાવી તબીબ ડો.જીગ્નેશભાઈ પંડ્યાએ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં એસએમસીના શિક્ષણ સચિવ પ્રિયંકાબેન પંડ્યા,તાલુકા એટીવીટી સભ્ય પરિમલ પટેલ,તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત સહીત મોટી સંખ્યામાં વાલીઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને માન આપી પધારેલ તમામ આગેવાનો,વાલીઓનો આભાર શાળાના શિક્ષક પ્રવીણભાઈ ખાટે માન્યો હતો.આમ ચલામલી ગ્રુપ પ્રાથમિક શાળામાં માતૃ,પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here