નસવાડી સરકાર ફળિયામાં નવરાત્રીનો શુભારંભ…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી સરકાર ફળિયામાં શેરી ગરબાનો શુભારંભ થયો છે શેરી ગરબામાં પહેલા માં અંબેની આરતી થયા બાદ ગરબા રમવાની શરૂઆત કરવામાં આવી હતી

નવરાત્રીના પહેલા દિવસથી જ સરકારની ગાઈડ લાઈન મુજબ સરકાર ફળિયામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક ખેલૈયા ને સેનિટાઈઝર લગાવી ગરબા રમવાની પરમિશન આપવામા આવી હતી શેરી ગરબા હોય સોસીયલ ડિસ્ટન્ટ ની પણ સલાહ આપવામા આવી હતી.
દરેક ખેલૈયાને વગર સેનિટાઇઝરે ગરબા રમવા નહીં, એવી જાણ કરવામાં આવી હતી અને બને ત્યાં સુધી માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી હતી શેરી ગરબામાં ટાઇમિંગ ની પણ જાણ કરી હતી આયોજકો દ્વારા દરેક નિયમનું પાલન કરી ગરબા રમવા માટે આવવું એવી જાણ કરી હતી.
પહેલો દિવસ હોવાના કારણે ખેલૈયાઓની ભીડ ઓછી જોવા મળી હતી પરંતુ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગરબા રમાણવાનું આયોજનકરેલ છે તો દરેક ગરબા રમનારાઓ પોતાની જવાબદારી સમજી ગરબા રમવા માટે આવવું બાકી ગરબા રમવાને લગતી તમામ જવાબદારી ખેલૈયાઓની રહેશે.
નવ દિવસ માં અંબા ના ગરબા આપડે સારી રીતે રમવાના છે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે એમ આયોજકો વતી અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here