નસવાડી લિન્ડા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્રારા અન્ન અને શિક્ષણનો ત્યાગ કરતા વિદ્યાર્થીઓને ધારાસભ્યએ પારણા કરાવ્યા

નસવાડી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

નસવાડી મોડેલ સ્કૂલમાં સતત ત્રણ દિવસ થી વિદ્યાર્થીઓ દ્રારા અન્ન અને શિક્ષણનો ત્યાગ કરવામાં આવી રહ્યો હતો જેમા બાળકો દ્રારા રજુઆત કરવામાં આવી હતી કે જે અમારા બે શિક્ષકો ની બદલી કરવામાં આવી છે તેમને પરત લાવો અને જો એ નહી આવે તો અમે શિક્ષણ અને અન્ન નો ત્યાગ કરીશુ અને આવુ જ બન્યુ હતુ પરંતું ધારાસભ્ય જાતે આવી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યાં હતાં અને વિદ્યાર્થીઓ સાથે કલાકો સુધી મીટીંગ કરી હતી અને બદલી થયેલ શિક્ષકોને પરત બોલાવવાની વાત કરવામાં આવી હતી જે સાંભળી વિદ્યાર્થીઓ એ ધારાસભ્યની વાત માની હતી અને ત્રણ દિવસ બાદ સુખદ અંત આવ્યો હતો અને વિદ્યાર્થીઓ એ પારણા કર્યા હતા અને આ વિવાદ મા જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ મેડમ ને વાત કરતા તેમને ધમકાવવામા આવ્યા હતા અને એલ સી આપી દેવાની વાત કરવામાં આવી હતી તેને લઇ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને પાંચ પાંચ વિદ્યાર્થીનીઓ ને બોલાવી શુ કહ્યુ કે વિદ્યાર્થીનીઓ રડી ને બહાર આવતી હતી તેમ વિદ્યાર્થીનીઓ દ્રારા જણાવવામાં આવ્યુ હતુ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સ્કૂલના કેમ્પસમા ઉતરી આવ્યા હતા અને વિરોધ કાર્યો હતો ત્યારબાદ બીજા દિવસે કૉંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધમા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આવ્યા હતા એ બી વી પી ના કાર્યકરો પણ તેમના સમર્થન મા આવ્યા હતા આમ ભારે વિરોધ થઈ રહ્યો હતો પરંતું અંતે સંખેડા ધારાસભ્ય નસવાડી લિન્ડા મોડેલ સ્કુલ પર આવી પરિસ્થિતિ જાણી વિદ્યાર્થીઓ સાથે કલાકો સુધી વાત કરી હતી અને પારણાં કરાવવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here