પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુકેશ જે રાઠવા :-
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા પંચાયતના ગામોમાં ઝાબ નાની અમરોલ બોરધા સજુલી કાવરા ચિમલી સાઢલી આ તમામ ગામોમાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ રથયાત્રા કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં 138 જેતપુર પાવીના માનનીય ધારાસભ્ય જયંતીભાઈ સવજીભાઈ રાઠવા સાહેબ ભાજપા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ જિલ્લા મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તેમજ જેતપુર પાવી તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવા જેતપુર પાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા ભાજપા પ્રમુખ બાબુભાઈ રાઠવા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી તેમજ આજુબાજુ તમામ ગામોમાંથી સરપંચો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો ઉત્સાહ અને આનંદથી નાચ ગાન સાથે ઢોલ નગારા શરણાઈ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો…