નસવાડી નગરમાં રેલવેનો ધડાકો… રેલવેના ગેર કાયદેસર દબાણો હટાવાયા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રેલવેની જગ્યા માં ગરીબ વર્ગ ધંધો કરી પોતાનું પેટયું રડતા હતા આજથી રોઝી રોટી માટે વલખા

નસવાડી ખાતે આજરોજ રેલવે તંત્ર દ્વારા ગેરકાયદેસર ના દબાણો હટાવવા મા આવ્યા છે જોકે ગરીબ વર્ગે પોતાની સ્વેચ્છાએ લારી ગલ્લા હટાવી દીધા છે જ્યારે રેલવેની ફોજ નસવાડી રેલવે સ્ટેશન પર ઉતરી અને દબાણો હટાવવાની વાત કરી એટલે લોકોએ પોતાના લારી ગલ્લા હટાવી લીધા છે અને આજરોજ રેલવે દબાણો હટાવવા માટે જે સી બી સાથે લાવ્યા હતા અને પોલીસ પ્રોટકશન સાથે નસવાડી ખાતે એન્ટ્રી મારી હતી પણ કોઈ પણ લારી ગલ્લા વાળા વ્યક્તિએ વિરોધ દરસાવ્યો નથી અને અંદરો અંદર વાતો સાંભળવા મળી હતી કે રેલવે તંત્ર વારંવાર આવી રીતે સેટ થયેલા ધંધા પર અસર પડતી હોય છે તો રેલવે વિભાગ અમને ભાડુ નક્કી કરી આપે તો અમે સ્વેચ્છાએ ભાડુ ભરવા માટે તૈયાર છે પણ હવે તંત્ર આગળ કોનું ચાલે છતાં પણ આજરોજ રેલવે ના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને લોક મુખે ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી કે આ દબાણો દૂર કર્યા છે તે સારૂ કર્યું છે કારણ કે એટલુ ટ્રાફિક થતુ હતું કે બાઈક પણ લઈ જવામાં તખલીફ પડતી હતી પણ આજે દબાણો દૂર કરવાથી કેટલાક ચૂલાઓ સળગ્યા વગર ના રહેશે પણ હવે તંત્ર ની સરકારી મિલકત માં કોઈનું કઈ ચાલે નહી એટલા માટે રેલવે માં જે દબાણો કર્યા હતા તે લોકો એ પોતાની મરજીથી દબાણો હટાવી લેવાયા છે અને રેલવે તંત્રને સહકાર આપ્યો છે અને આ દબાણો હટાવ્યા તો રેલવે શરૂ થાય તેવી આશા બંધાઈ છે અને રેલવે તંત્ર વહેલી તકે રેલવે ચાલુ કરી મુસાફરોને રાહત આપે તો શારૂ બાકી આજે દબાણો હટાવી લોકોને ધધ્ધા વગરના કર્યા છે અને એ રેલવે નો હક છે કારણ કે મિલકત તો રેલવેની છે એટલે રેલવે ધારે એ કરી શકે એમાં કોઈ શંકાને સ્થાનજ નથી એમાં કોઈ દખલગીરી કે દરમિયાનગીરી ચાલે નહી અને રેલવે વહેલી તકે ચાલુ થાય એવું ગામ લોકોને લાગી રહ્યું છે ચાલુ થાય એ ઘણી સારી વાત છે અને હવે ટ્રેન નસવાડી માં દોડતી થશે એવા એંધાણ લાગી રહ્યા છે પણ આજરોજ રેલવે એ ગેર કાયદેસર ના દબાણો નસવાડી ખાતે દૂર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here