શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

હોસ્પિટલના અધિક્ષક અશ્વિન રાઠોડ ના વરદહસ્તે ખીલખીલાટ એમ્બ્યુલન્સ વાનનુ  લોકાર્પણ કરતા  કુલ 2 ખીલખીલાટ વાન કાર્યરત રહેશે જેથી સગર્ભા માતાઓ અને નાના બાળકોને  વધુ સુવિધા મળી રહેશે

શહેરા  ખાતે  આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા વધુ એક સુવિધા  અહીં સારવાર માટે આવતી સગર્ભા માતાઓ તેમજ નાના બાળકો   માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. રેફરલ હોસ્પિટલના અધિક્ષક અશ્વિન રાઠોડના વરદ  હસ્તે ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ ખિલખિલાટ વાન નુ  લોકાર્પણ થતાની સાથે સગર્ભા માતાને પોતાના બાળક સાથે ઘરે મુકવા માટે ગઈ હતી.અહી હવેથી  ખીલખીલાટ એમ્બ્યુલન્સ વાન ના લોકાર્પણ સાથે કુલ 2 ખીલખીલાટ વાન કાર્યરત રહેશે જેથી સગર્ભા માતાઓ અને નાના બાળકોને  વધુ સુવિધા મળી રહેશે તેમ છે. આ ખિલખિલાટ વાનના  લોકાર્પણ પ્રસંગે જી.વી.કે પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાધ્યાય, મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મનીષ પટેલ, ખીલખીલાટ કો ઓર્ડનેટર મિતેષ પટેલ , પ્રિયંકા પટેલ , હરીશભાઇ ખુશલાણી સહિત હોસ્પિટલનો સ્ટાફ પણ  ઉપસ્થિત રહયો હતો. તાલુકાના ગ્રામીણ સહિત અંતરીયાળ વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખિલખીલાટ એમ્બ્યુલન્સ વાનની સેવા શરૂ કરવામા આવતા સગર્ભામાતાઓ માટે આર્શિવાદ સમાન હાલ  બની રહી છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here