ડીસા  શહેરમાં રાજમંદિર  પાસે પાલનપુર હાઇવે પર ઇકો ગાડીમાં  અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસા  શહેર માં  રાજમંદિર  પાસે પાલનપુર હાઇવે પર ઇકો ગાડીમાં  અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.ગેસ ગાડી હોઈ લોકો ના લોકો એ આગ પર કાબુ મેળવવા કોસિસ કરી રહ્યા હતા ત્યારે  ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડીસા  શહેરમાં આજે રાજમંદિર  પાસે પેસેન્જર ગાડી માં GJ01 FT 7753 નંબરની ઇકો  ગાડી પાલનપુર મકા થી ડીસા પેસેન્જર  લઇ આવી રહી હતી. જોકે ગાડીમાં  સોર્એટ સર્કાકીટ ના કારણે એક આગ ભભૂકતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગાડીમાં આગ લાગ્યા બાદ ગેસ લીકેજ થતા આસપાસ રહેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ડીસા  ફાયર વિભાગને જાણ કરતા ડીસા નગર પાલિકાની ફાયર ટીમ ,મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરીટી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાડીમાં લાગેલ આગ બુઝાવવામાં આવી હતી. ગાડીમાં આગ લાગવાનું  કારણ  મળતી માહિતી મુજબ સોટસર્કીટ હોવાનું જાણવા મળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here