નસવાડી તાલુકામા યુ સી સીના વિરોધમા આદિવાસીઓ દ્રારા આવેદનપત્ર આપ્યુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“ભારે સુત્રોચાર સાથે આદિવાસી મહિલાઓ અને યુવાનોએ વિરોધ દર્શાવ્યો”

નસવાડી મામલતદાર કચેરી ખાતે તાલુકાના મોટાભાગના આદિવાસી સમાજ જેમાં મહિલાઓ યુવાનો અને આગેવાનો પણ આવ્યા હતા જેના સમાન નાગરિક સંહિતા નો વિરોધ નોંધાવ્યો હતો અને આ કાયદો લાગુ કરવાથી આદિવાસીઓના પરંપરાગત નિયમો પર અસર પડે તેમ છે અને સમાજને મોટું નુકસાન થાય તેમ છે મામલતદાર કચેરી ખાતે ભારે સૂત્રોચાર કરી યુસીસી કાયદાનો વિરોધ કર્યો છે અને આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું હતું કે સરકાર જ્યારે આ કાયદો લાવી છે એમના મંતવ્ય જે લીધા છે તો આદિવાસી સમાજ તેનો વિરોધ કરે છે અને એના કારણે આજરોજ મામલતદાર શ્રી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને જ્યારે આ કાયદો લાગુ કરવામાં આવશે એટલે જે બંધારણીય કાયદા નાબૂદ થઈ જશે તે ન થાય તેવી માંગ છે અમે આદિવાસીઓની જે પરંપરા છે જેમાં લગ્ન વિધિ મરણ વિધિ જે રૂઢિ પરંપરા જે ચાલતી આવે છે તે બચી રહે આદિવાસી સમાજ જે સમાનતાથી જીવવાવાળો છે અને આ સમાજમાં પહેલાથી જ સમાનતા છે અને આ કાયદો લાવવાથી સમાજના વર્ષો જૂના નિયમો બંધ થઈ જાય તેનાથી સમાજને બહુ મોટું નુકસાન પહોંચે તેમ છે એના માટે વિરોધ કરીએ છે અને જો આ કાયદો સરકાર લાગુ કરશે તો આખા ભારતમાં ભારત બંધનું એલાન કરવામાં આવી રહ્યું છે જે રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ તરફથી આવ્યું છે અને સરકાર આ કાયદા વિશે નિર્ણય ટૂંક સમયમાં નહીં આવે તો ગાંધીચિંદ્યા માર્ગે વિરોધ કરવાની ચિમકી આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here