લીમખેડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજાયો…

લીમખેડા, (દાહોદ) મોહન બારીયા :-

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે બહાર ગામ જતા આવતા મુસાફરો માટે છેલ્લા કેટલાય સમયથી પીકઅપ બસ સ્ટેન્ડ તરીકે વૈકલ્પિક સુવિધા મુકવામાં આવી હતી, અને લીમખેડા ગામ અમદાવાદથી ઇન્દોર જતા હાઇવે પર હોવા છતાં પણ અનેક વખતે મુસાફરોને જરૂરિયાત મુજબની બસ સેવાથી વંચિત રહેવાનો વારો આવતો હતો… પરંતુ હાલ લીમખેડા ગામે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થયેલ નવિન એસ.ટી. બસ સ્ટેશન બનાવી દેવતા નગરજનો સહિત આજુબાજુના ગામોથી મુસાફરી માટે આવતા લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here