નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામા આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દિપક ફાઉન્ડેશન વડોદરા દ્રારા વિતરણ કરવામાં આવ્યુ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીપ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫ પહેલાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા ના દેશના વડાપ્રધાન શ્રી ના આહવાન હેઠળ ટીબી રોગના દર્દીઓ ને નિક્ષય પોષણ સહાય યોજના દ્વારા દર્દી ને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા ૫૦૦/- ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માં આવે છે તે ઉપરાંત પણ ટીબી રોગના દર્દીઓ ને વધારાનું પૌષ્ટિક આહાર મળી રહે અને ઝડપથી સાજા થવા માં ઉપયોગી રહે તે હેતુથી નિક્ષય મિત્ર સ્કીમ અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી ૪૫ થી વધુ પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવા માટે પણ એક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં માટે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં , તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી ડો.કૌષલ પટેલ જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી નાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.એન્જલ ચૌધરી તાલુકાના ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફિકભાઈ સોની, તાલુકા આરોગ્ય સુપરવાઈઝર, શંકરભાઈ રાઠવા તથા દિપક ફાઉન્ડેશન નાં લક્ષ ઠાકોર અને દક્ષીત ખંભાયતા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી નાં સુપરવાઈઝર જયેશભાઇ ભાટીયા,લેબ ટેક જીગ્નેશ મિસ્ત્રી સહિત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં સુપરવાઈઝરો તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કીટ વિતરણ કાર્યક્રમ પહેલાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા ટીબી રોગના લક્ષણો તેમજ સરકાર તરફથી ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં સુપરવાઈઝરોને ટીબી ની કામગીરી બાબતે દીપક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here