છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય… દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, જયારે દીવા તળે અંધારું જોવા મળ્યું…

સંખેડા, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

તાલુકા સેવા સદન માં ઉચ્ચ અધિકારીઓ બેસીને તાલુકા નું સંચાલન કરતા હોય છે પરંતુ અહીંયા કઈ અલગ જ સ્થિતિનું નિર્માણ બીયર અને અગ્રેજી દારૂ ની ખાલી બોટલો પણ જોવા મળી બાઈટીંગ ના ખાલી પેકેટ પણ જોવા મળ્યા દારૂની મહેફિલ કોણ માણતું હશે??
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા સેવાસદનમાં મુખ્ય ગેટ ઉપર જ સ્વચ્છતાના મોટા મોટા બોડ લગાવવામાં આવ્યા છે પરંતુ તાલુકા સેવાસદન કચેરીમાં કંઈ અલગ જ પ્રકારના દ્ર્શ્યો સામે આવ્યા તાલુકા સેવા સદનમાં દરેક દીવાલો ઉપર પાન પડીકી ખાઇ દીવાલો ઉપર પચકારી ઓ જોવા મળી હતી અને ખાસ મહત્વ ની વાત કરી એ તો ગાધીજી ના ગુજરાત માં દારૂ બંધી હોવા છતા તાલુકા સેવાસદન કચેરીમાં બિયર ની ખાલી બોટલ અને અગ્રેજી શરાબની ખાલી બોટલ અને બાઈટિંગ અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. ત્યારે આટલી મોટી ગંદકી અને કચરા ના ઢગ જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુ ઉચ્ચ અધિકારીઓ આ ગંદકી થી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. અથવા તો આંખ આડા કાન કરતાં હોય તેમ લાગી રહ્યું છે મહત્વની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે અને કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા હોડિગ લગાવવામાં આવ્યા છે. ત્યારે અહીંયા તાલુકા સેવાસદન ખાતે દીવા તડે અંધારું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. તો શું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે એ સવાલ ઊભો થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી અને પછાત ગણાતો હોય જ્યારે અહીંયા  ના સમજ લોકો ની અવર જવર થતી હોય છે. અને અગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તાલુકા સેવાસદની સફાઈ કરવામાં આવે એવું લોકોઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here