ખત્રી વિદ્યાલય બોડેલીમાં પ્રધાનમંત્રી શ્રીના વિચારોને લઈ પરીક્ષા પે ચર્ચા પર NCPCRદ્વારા તાલીમ યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજ રોજ ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ આયોગ ન્યુ દિલ્હી તથા છોટાઉદેપુર એકમ દ્વારા નજીકના સમયમાં શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈ ભારત સરકારશ્રી દ્વારા સંવેદના સહ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. આ અંતર્ગત વિદ્યાર્થી – વાલી વધુ ને વધુ ચિંતિત હોય ,વાલીને પોતાના બાળકનો ભય ,જ્યારે વિદ્યાર્થીને પરીક્ષાનો ડર જે એક મનોવૈજ્ઞાનિક પરિસ્થિતી છે જેને લઇ ગાંધીનગરથી પધારેલ મોટીવેશનલ સ્પીકર પ્રખર બાજપેયી સા.દ્વારા ઉપસ્થિત શિક્ષકગણ વાલીગણને મોટીવેટ કરતા મીણબત્તીના ઉદાહરણ સહિત એકાગ્રતા વધુ સમય મેમરી સંગ્રહ કરવાના લાભા લાભ વિશે અદ્ભૂત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જ્યારે પ્રોફેસર ડૉ.વૈશાલીબેન પટેલ દ્વારા ઉપસ્થિત શિક્ષકશ્રીઓને વાલી કે વિદ્યાર્થીગણની પરીક્ષાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ક્યાં પ્રકારના પ્રયત્નો કરી શકીએ છીએ તેની ઉદાહરણ સહિત માહિતી પૂરી પાડી હતી.સાથે પરીક્ષાને ઉત્સવ બનાવી, અને એક તહેવાર ની જેમ વિદ્યાર્થીઓ ઉજવે તેવું માર્ગદર્શન આપ્યું. આ સમયે જિલ્લા શિક્ષણ નિરક્ષક ક્રિષ્નાબેન પાંચાણી સાહેબે એકાગ્રતા પર રમત રમાડી આનંદમય વાતાવરણ ઊભું કર્યું હતું, ત્યારે નાયબ ડીપીઇઓ ઇમરાન સોની સાહેબ, ટીપીઇઓ જિજ્ઞેશ વણકર સાહેબ, ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના અંતે શાળાના આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા ઉપસ્થિત મહેમાંનશ્રીઓ તથા તાલીમાર્થી શિક્ષક તથા વાલીગણગણનો અંત: કરણથી આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here