નસવાડી તાલુકાના કેલનીયા ગામે કોંગ્રેસ પક્ષની યોજાઈ ભવ્ય મિટિંગ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મિટિંગ મા આવેલ મતદાતાઓ એ કોંગ્રેસ ને મત આપવાની આપી બાંહેધરી

નસવાડી તાલુકાના કેલનીયા ગામે કોંગ્રેસ ની ભવ્ય મિટિંગ યોજવામાં આવી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા અને કોંગ્રેસ ને જ લાવવાની છે એવી ચર્ચાઓ પણ થઈ હતી કારણ પૂછવામાં આવતા જાણવા મળેલ છે કે મોંઘવારી નું મોજું અમારા ગરીબ લોકો પર ફરી વળ્યું છે કેમ કે આજના જમાનામાં ટેકનોલોજી વાળી દુનિયામાં અમારી ગરીબ પ્રજા ને ભણવા માટે ફી પણ નથી મળતી અને અમારો આદિવાસી સમાજ અમારા છોકરાઓને સારૂ શિક્ષણ પણ નથી આપી શકતા આટલી મોંઘવારીમાં શિક્ષણ એટલું મોંગુ થતું જાય છે કે જેની કોઈ સીમા નથી અને આ મોંઘવારી સામે અમારા બાળકો મજૂર ના મજૂર જ રહેશે એવુ લાગેછે જ્યારે અગાવ ની સરકારો હતી ત્યારે આટલી મોંઘવારી ન હતી અને શિક્ષણ માં પણ અમારા બાળકો ભણતા હતા અને આજે ગ્રાન્ટેડ સ્કૂલોમાં છોકરાઓ ભણાવવા હોય તો અમે ભણાવી નથી શકતા કારણ ફી નું ધોરણ મોંગુ થયું છે તો અમારો આદિવાસી સમાજ શુ મોંઘવારી ના કારણે અભણ રહેશે આવી ચર્ચાઓ કોંગ્રેસ ની મિટિંગ માં આવેલા લોકો મુખે ચર્ચાઓ ચાલી હતી અને આ બાબતે આવનારી વિધાનસભા માં કોંગ્રેસ ને સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આટલી મોંઘવારી થી કંટાળી ગયેલી પ્રજાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધીરુભાઈ ભીલ ને સમર્થન આપવાનું નક્કી કર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેલનીયા ગામે કોંગ્રેસ ની મિટિંગમાં ઉપસ્થિત મહાનુભાવો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશભાઈ શાહ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તથા આજુબાજુ ગામના સંતો મહંતો તેમજ નસવાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગુભાઈ સોલંકી તેમજ કોંગ્રેસ પાર્ટી ના યુવા કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ માં કેલનીયા વડિયા રતનપુર આમ આજુબાજુ ગામોના યુવાનો વડીલો મહિલાઓ ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગમાં તમામ મતદાતાઓ એ હાથ ઊંચો કરી સંકલ્પ કર્યો હતો કે આવનારી વિધાનસભા માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધીરુભાઈ ભીલ ને મત આપીશુ એ રીતે આવેલ તમામ ગામના ગ્રામજનો એ મિટિંગમાં સંકલ્પ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here