ડીસા ડી.એન.પી ગર્લ્સ પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવાયો

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા થી ડીસા શહેર મો આવેલ ડીસા નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ગર્લ્સ પ્રાથમિક વિભાગ દ્વારા આજે 14 ફ્રેબ્રૂઆરી ના દિવસે માતૃ પિતૃ પૂજન કરવામાં આવ્યું તેમાં બહોળી સંખ્યા મો બાળકો અને તેમના માતા પિતા આવ્યા હતા.
આ દિવસ એટલેકે 14 ફેબ્રુઆરી પશ્વિમી સાંસ્કૃતિક દિવસ એ વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ભારતીય સાંસ્કૃતિક અનુસાર પરંપરા પ્રમાણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે તેવો પ્રયાસ આ શાળા દ્વારા કરવા મો આવે છે આ શાળા 14 ફેબ્રઆરી 2020 થી આ દિવસ માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવે છે.
અને બદલાતા સમય ની સાથે અને સોશ્યલ મીડિયાના વધારે પડતાં ઉપયોગ સાથે ભારતીય સાંસ્કૃતિ ની પરંપરા જળવાઈ રહે તે હેતુ થી વૈશ્વિક લેવલે પણ આપની સંસ્કૃતિ શ્રેષ્ઠ હતી અને રહેશે તેવી ભાવના વિદ્યાર્થી ઓમો કેળવવા માટે સમગ્ર શાળા પરિવાર સાથે મળી આ ઊજવણી કરવામાં આવે છે.
અને નાના બાળકો દ્વારા સુંદર મજાના ભજકીર્તન અને બાળ ગીતો અને માં બાપ ને ભૂલશો નહિ માં નો પ્રેમ .તેવા ગીતો નું ગાન પણ કરવામાં આવ્યું હતું.

સાથે સાથે વિદ્યાર્થી ઓ ના માતા પિતા અને વાલી શ્રી ઓનો ખુબજ આ શાળા ને સાથ સહકાર મળ્યો હતો.
આ પૂજન મો શાસ્ત્રી તરીકે જીતેન્દ્રભાઈ વ્યાસ દ્વારા ખુબજ સરસ રીતે હિન્દુ શાસ્ત્રોક વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.

અને છેલ્લે 14 ફેબ્રઆરી 2019 ના દિવસે શ્રીનગર મો પુલવામા મો શહીદ થયેલ સી.આર.પી.એફ.ના જવાનો ને પણ 2 મિનિટ નું મૌન પાળી શ્રધાંજલિ આપવામાં આવી હતી.

અને આ શાળા ના આચાર્ય શ્રી દિનેશભાઈ સાંખલા દ્વારા આભાર વિધિ કરવામં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here