નસવાડી : જસ્કી ગામે સેવાસેતુ કાર્યક્રમમા તેર ગામોનો સમાવેશ સ્થળ પર જ “૫૬” પ્રકારના લાભો અપાયા…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના જસ્કી ગામે સેવાસેતુ કાર્યક્રમ કરાયો એમા ઉપસ્થિત સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સાથે કાર્યકરોએ હાજરી આપી હતી અને એમાં ૫૬ પ્રકારના લાભો અપાયા હતા અને તેર ગામોનો સમાવેશ કરવામાં આવ્યા હતા એમાં પ્રવચન કરવામાં આવ્યું હતું જશુભાઈ ના જણાવ્યા પ્રમાણે ૧૩ વર્ષ ના ગુજરાતના શાસન માં નારેન્દ્રમોદી સાહેબે ઘણી યોજનાઓ આપી છે ચોવીસ કલાક વીજળી એકસો આઠ ની સુવિધા લાવી હજારોના જીવ બચાવ્યા આરોગ્ય, શિક્ષણ ની ચિંતા ભૂતકાળ ના ગુજરાત ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલી મને ભિક્ષા તરીકે મારી દીકરી આપો એવી હાંકલ સાથે શિક્ષણ ની પ્રગતિ કરી હતી અને ઉમરગામ થી અંબાજી સુધીની આદિવાસી પટ્ટી માં ૩૨ કરોડની સ્કૂલ છે લિન્ડા માં અદ્યતન સુવિધા સાથે થઈ આ સુવિધા ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવ્યા પછી કરવામાં આવી હતી અને આખા ભારતમાં આખી દુનિયામાં પહેલા નંબર નું ગુજરાત ૧૩ વર્ષ ના શાસનમાં ગુજરાતના મોદી સાહેબે કરી હતી ત્યાર બાદ વિજય રૂપાણી નીતિન પટેલ ની જુગલબંદી માં સારા કામો કર્યાછે અને આગળ આનંદીબેન પટેલે પણ નારી શસક્તિ કરણ અને કૌશલ્ય પૂર્ણ અને પોતાની આગવી બુદ્ધિથી સારૂ શાસન સભાળેલું હતું ભાજપ સરકારે કરેલા કામોને લીધે આ બધા લાભો આપણને મળી રહ્યા છે એમ જસુભાઈએ જણાવ્યું હતું.
જસ્કી માં સેવાસેતુ કાર્યક્રમ સાથે ખેતી વિશે પણ જણાવવામાં આવ્યું હતું અને ગીતાબેન રાઠવા સંસદ સભ્યએ વાત કરતા જણાવ્યું કે આપણા આદિવાસી લોકોને ઓફિસના ધક્કા ના ખાવા પડે અને દરેક અરજી નુ નિરાકરણ આ કાર્યક્રમમાં થઈ જાય અને જે કઈ લાભ મેળવવો હોય તેના દાખલાઓ સેવાસેતુ કાર્યક્રમ માં મળશે અને વિધવા બહેનોને પણ વિધવા પેન્શન મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે તો એનું પણ નિરાકરણ કરવામાં આવશે અને વૃદ્ધ પેન્શન ની વાત કરતા ગીતાબેને જણાવ્યું કે સરકાર ૬૦ વર્ષ ની ઉમર બાદ સરકાર વૃદ્ધ પેન્શન આપે છે અને એ મેળવવા માટે જે તે વિભાગ માં પૂરતા કાગળો ના હોય ઘરે રહી ગયા હોય તો એનું પણ અહીંયા નિરાકરણ લાવવામાં આવશે અને તમને આનો લાભ મળે તમે પગભર થાવ એ હેતુથી સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે દરેક લાભો યોજનાઓ તમારા સુધી પહોંચાડવા માટે આ સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનો માટેની ઘણી બધી યોજનાઓ છે જે વિસ્તાર મા કહેવામાં આવે તો કલાકો નીકળી જશે પરંતુ યોજનાઓ નો લાભ લેવા ની સમજ ન આવે તો ગામના સરપંચ તલાટી ગ્રામસેવક અને ગામના ભણેલા લોકો મળીને આપણે સરકારની યોજનાઓનો લાભ અપાવવાની અપીલ ગીતાબેન દ્વારા કરવામાં આવી હતી,
વધારામાં એમને જણાવ્યું કે સરકાર નું કહેવું છે કે વિકાસ છેવાળા ના ગામડા સુધી પોહચડવાનો છે પરંતુ આપણા માં જાગૃતતા ન હોય તો કેવી રીતે લાભ પોહચાડી શકીએ એટલે જે લોકો ગામમાં ભણેલો વર્ગ છે તે લોકો ગરીબવર્ગ માધ્યમવર્ગ ને મળી યોજનાઓની માહિતી મેળવીને આ ગ્રીબવર્ગ સુધી યોજનાઓનો લાભ પોહચાળવામાં મદદની અપીલ કરી છે સાથે સાથે ઉજ્જવલ યોજનાની પણ વાત કરી હતી ગોયાવાટ થી તણખલા હું ભણવા આવતી ત્યારે આ રસ્તાઓ આવા ન હતા ઉબળ ખબાળ હતા આજે મોદી સરકારના રાજમા પુલ રસ્તાઓ કુવા વગેરે જે સેવાઓ મળી છે એ ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવ્યા પછી મળી છે સરકાર મોડેલ ગુજરાત મોડેલ દેશ બનાવવાના ખૂબ પ્રયત્ન કરી રહી છે તો આપણે પણ મદદરૂપ થવું જોઈએ આમ સાંસદ ગીતાબેને જણાવ્યું હતું સાથે સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને કોરોના મહામારીમાં દેશ દુનિયા હેરાન હતી પણ હવે દિવસો સારા છે અને આ બીમારી હોવી ન આવે એવી પ્રાર્થના કરી હતી અને આવનાર વર્ષ તમામ માટે ફળદાયી લાભદાયી સુભદાયી નીવડે અને આપ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા ગીતાબેન રાઠવાએ પાઠવી હતી અને તમારા દરેક પ્રશ્ન સરકાર માં મુકેલા છે અને ઘણા પ્રશ્નો નું નિરાકરણ પણ આવી ગયું છે અને દરેક યોજનાઓનો લાભ તમે આ સેવાસેતુ કાર્યક્રમ માં લો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી અને છેલ્લે રાષ્ટ્રિય એકતા દિવસની શપથ પણ લેવડાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here