125- મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી-2021નો વિસ્તૃત કાર્યક્રમ જાહેર

ગોધરા,(પંચમહાલ) ઇશહાક રાંટા

પંચમહાલ જિલ્લામાં 125-મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ (એસ. ટી.) વિધાનસભા બેઠક માટેની ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ગઈ કાલે ૧૬ માર્ચના રોજ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૧૭-૦૪-૨૦૨૧ ના રોજ આ પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે. જેના અંતગર્ત આગામી ૨૩-૦૩-૨૦૨૧, મંગળવારના રોજ ચુંટણીપંચનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૩૦-૦૩-૨૦૨૧(મંગળવાર) રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી તા. ૩૧-૦૩-૨૦૨૧, બુધવારના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૦૩-૦૪-૨૦૨૧ રહેશે. આગામી તારીખ ૧૭-૦૪-૨૦૨૧ ના રોજ પેટાચૂંટણી યોજાશે. જેની મતગણતરી તારીખ ૦૨-૦૫-૨૦૨૧ ના રોજ હાથ ધરવામાં આવશે. પેટાચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તારીખ ૦૪-૦૫-૨૦૨૧ ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાતની તારીખથી સમગ્ર જિલ્લામાં તથા કેટલીક બાબતોમાં જે-તે વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે, જેનું ચોક્સાઈથી પાલન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here