નસવાડી ખાતે પ્રધાનમંત્રી આદી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગ્રામસભા યોજાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ગ્રામ પંચાયત હોલ મા ગ્રામ સભા નુ આયોજન થયુ જેમા ગ્રામજનોએ ભાગ લીધો હતો જેમા સરકારના આદેશ મુજબ પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના થકી છોટાઉદેપુર જિલ્લામા કુલ ૫૦૫ ગામોની પસંદગી થયેલી છે સદર યોજનામાં આદિજાતિ વસ્તી ધરાવતા ગામો વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૫૦%થી વધુ આદિજાતિ વસ્તી અને ઓછા માં ઓછી ૫૦૦ આદિજાતિ વસ્તીનો નિર્ધારિત સમય અંદાજીત પાંચ વર્ષ મા સંકલિત વિકાસ કરી આદર્શ ગામની પરિસ્થિતિનુ નિર્માણ કરવાનુ થાય છે આદિજાતિ મંત્રાલય ભારત સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ છોટાઉદેપુર જીલ્લા માટે કુલ ૫૦૫ ગામો પસંદ કરવામા આવેલા છે જેમા ગામના ગ્રામ પંચાયત ના વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરી તેમજ ગ્રામ સભા પરામર્શ મા રહી ચર્ચા વિચારણા કરી ગ્રામસભા ઠરાવ સાથે આપવાનો છે તે સંદર્ભે આજે નસવાડી ખાતે આજે ગ્રામસભા યોજાઈ હતી જેમા ગ્રામજનો દ્રારા સફાઇ અને પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી જેમા ગ્રામજનોની હુતાતુસિ પણ થઈ હતી જે સફાઇ કામદારો કચરો સાફ નથી કરતા અને જયાં કચરો વાળીને ભેગો કરી ત્યાંજ છોડી દેવામાં આવેછે અથવા સળગાવી દેવામા આવેછે તેના પર ખુબ ચર્ચા કરવામા આવી હતી અને નસવાડી જૂથ ગ્રામ પંચાયત આ બાબતે ધ્યાન દોરે તેવી રજુઆત ગામલોકોએ કરી હતી વધુમાં ગ્રામજનોએ રખડતા ભૂંડો વિશે પણ રજૂઆતો કરી હતી જેમા આ રખડતા ભૂંડ કરડવા માટે સામે થાયછે જો કોઈ ઈસમ ને કરડે તો જવાબદાર કોણ અને મરેલા ભૂંડ ને કોઈ લઈ પણ જતુ નથી પંચાયત મા કહેવામાં આવેછે તો તેમ જણાવવામાં આવે છે કે આ કામ ભૂંડો ના માલિક નુ છે તો કોને રજુઆત કરવી તેમ ગામલોકોએ જણાવ્યુ હતુ અને આ ભૂંડો ખેતરના ઉભા પાક ને નુકશાન પોહચાળેછે અને રાત્રે ખેતરમા જઇએ તો સામા થાય છે અને ખેતરના પાક ને જે નુકશાન પોહચે છે તેનુ વળતર કોણ આપશે તેવી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને ગામમા પણ ભૂંડો નો ઉપદ્રવ વધી ગયો છે તેના પર પણ નિયંત્રણ લાવવા ગ્રામજનોએ માંગ કરી છે આ જેટલા પણ પ્રશ્નો છે તેનુ નિરાકરણ વહેલી તકે આવે તેવી લોક માંગ ઉઠી છે હવે ગ્રામસભા મા નોંધેલ ફરિયાદો છે તેનુ નિરાકરણ ક્યારે આવશે તે જોવુ રહ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here