પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ કરાવતા લાભાર્થી સાથે કર્યો વર્ચ્યુઅલી સંવાદ

મોરવા(હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સરકારશ્રી દ્વારા રાજ્યભરમાં આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ જ્યારે આ તાલુકાના દર્દીઓને અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં જઈને ડાયાલિસિસ કરાવવું પડતું હતું જ્યારે સરકારશ્રીના પ્રયત્નોથી ઘરઆંગણે આ સુવિધા મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

આજ રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ડાયાલિસિસ સેન્ટર ખાતે લાભ લેતા મોરવા હડફના લાભાર્થી બારિયા ભિમસિંગ જેસિંગભાઈ સાથે વર્ચ્યુઅલી માધ્યમથી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ લાભાર્થીના ખબરઅંતર પૂછયા હતા અને ડાયાલીસીસ સેન્ટરના નિર્માણથી ડાયાલીસીસ કરાવતા લાભાર્થીઓને થતા ફાયદા(લાભ) તેમજ સમયસર ડોકટરની સલાહ મુજબ ડાયાલીસીસ કરાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ઘરઆંગણે ડાયાલિસિસની સારવાર લેતા લાભાર્થીશ્રી ભિમસિંગભાઈએ જણાવ્યું હતું કે પહેલા તેઓ નડિયાદ અને પી ટી મીરાણી હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર કરાવવા આવતા હતા અને તકલીફ પડી રહી હતી. હવે ઘરઆંગણે આ સુવિધા પ્રાપ્ત થતાં તેમણે પ્રધાનમંત્રીશ્રી અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રીના ડાયાલીસીસના લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે.બારિયા,સી.ડી.એચ.ઓ.શ્રી, આર.સી.એચ.ઓ.શ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ તેમજ મોરવા(હ) તાલુકાના તાલુકા પ્રમુખશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને મોરવા(હ) તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here