છોટાઉદેપુમાં પુર ઝડપે ચાલતી કારે યુવાનને હવામાં ફંગોળ્યો, સમગ્ર ઘટના C C T V કેમેરામાં કેદ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસે રોડ ઉપર પુર ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો. આજરોજ સવારે 11:15 કલાકે વડોદરાનો યુવાન હર્ષદભાઈ ગોકુળભાઇ મારવાડી પોતાના બનેવીને ત્યાં રહેવા આવ્યા હોય જેઓ વૃંદાવન સોસાયટી પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાથેથી ચાલતા જતા હતા અને રંગપુર નાકા તરફ ફરવા નીકળ્યા હતા. જે સમયે અચાનક પાછળથી ઇન્ડિકા કાર પુર ઝડપે આવતી હોય જેણે યુવાનને હવામાં ફંગોળી દીધો હતો. જ્યારે રસ્તાની સાઈડે ઉભેલી બાઈકનો ખુરદો બોલાવી દીધો હતો. થોડા દિવસો પહેલા ના તથ્યની પ્રજાને યાદ લાવી દીધી હતી. હિટ એન્ડ રન માં ઘણાનો ભોગ લેવાય છે. પરંતુ પુર ઝડપે જતા વાહનો અજાણ્યા હોય જેથી ઘણીવાર ચાલકો પકડાતા નથી. જ્યારે તંત્ર દ્વારા મુકવામાં આવેલ સી સી ટી વી કેમેરા માત્ર મેમો આપવા માટે હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ભોગ બનનાર ને ન્યાય પણ મળવો અઘરો થઈ પડે છે.
છોટાઉદેપુર નગરમાં રાત્રીના સમયે બેફામ બાઇક હંકારતા યુવાનો ની ઉપર અંકુશ લાવવા તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે. ઘણા પાસે લાયસન્સ પણ હોતું નથી. અને બાઇક તથા ફોરવિલ ચલાવે છે. પરંતુ જ્યારે અકસ્માત થાય ત્યારે ઘણું સોસવાનો વારો આવતો હોય છે. હજૂ અમદાવાદ ઇસ્કોન બ્રીજ ની બેફામ ચાલતી કારે દસ માસુમો ને મોત ની ગમખ્વાર ઘટના ની શાહી સુકાઇ નથી. ત્યાં એવી જ બેફામ સ્પીડ માં જતી કારે વડોદરા ના એક યુવાન ને ફંગોળી, બાઈક નો ખુરદો બોલાવ્યો હતો. જેનાં સીસી ટીવી ફૂટેજ વાયરલ થયાં છે. ખુલ્લા રોડ પર ચાલતાં વડોદરા નો યુવાન હર્ષદ ભાઇ મારવાડી રંગપુર નાકા તરફ જતા હતા ત્યાં અર્બન હેલ્થ સેન્ટર પાસે ચાલતાં જતાં હર્ષદભાઈ મારવાડી ને પાછળ થી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે અક્સ્માત કરી હવામાં ફંગોળી દીધા હતા. અને આગળ ઉભેલી બાઈક ને ટક્કર મારી હતી. હર્ષદભાઈ મારવાડી ને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ માથા ના ભાગે ગંભીર ઇજા થતાં વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં. છોટા ઉદેપુર નગર માં કારો જ નહી રાત્રીના સમયે બાઈક રેસરો પણ બેફામ હંકારતા હોવાનું પ્રજા જનો ફરીયાદ કરી રહ્યા છે. લબર મૂછીયા બાઈક સવારો નગરનાં મુખ્ય માર્ગો પર જાણે રેસ લગાવતા હોય તેમ નીકળે છે. જો કોઇ અડફેટે આવે તો શું થાય ? આ પૂરપાટ ઝડપે ચાલતાં નબીરાઓ પર તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તે ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here