NMMS પરીક્ષા દરમિયાન શિક્ષણ પરિવારનું માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં સરકારી પ્રાથમિક શાળાઓના ધો.8 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ શહેરા તાલુકાની PM શ્રી મૉડેલ સ્કૂલ, કાંકરી, શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલ, જે.જી.ભરવાડ તેમજ અન્ય શાળાઓના સેન્ટર ખાતે અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જે.જી.ભરવાડ હાઈસ્કૂલ ખાતે પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર, ચિરાગભાઈ પ્રજાપતિ વાંટા વછોડા પ્રા.શાળા તેમજ મિતેશભાઈ પ્રજાપતિ વણઝારા ફળીયા તાડવા પ્રા.શાળાના મદદનીશ શિક્ષક તેમની શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષા જે.જી.ભરવાડ હાઈસ્કૂલ સેન્ટર ખાતે મુકવા માટે આવેલ હતા. તે દરમિયાન શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કૂલ, શહેરાનો એક વિદ્યાર્થી તેમજ PM શ્રી મોડેલ સ્કૂલ, કાંકરીના 3 વિદ્યાર્થીઓ શરત ચૂકથી સદર શાળામાં હાજર જણાઈ આવતા તાત્કાલિક ત્રણે શિક્ષકોએ પોતે જ સદર વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા સેન્ટર મૂકી શ્રેષ્ઠ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી શિક્ષણ પરિવારને ગર્વ અપાવે તેવું કાર્ય કરવા બદલ ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પંચમહાલે અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here