નર્મદા નદી કિનારે ગોરા ખાતેના ઘાટ ઉપર વડાપ્રધાન મોદી નર્મદા મૈયાની મહાઆરતીમા 30 મી ઓક્ટોબરે ઉપસ્થિત રહેવાની સંભાવના

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગોરા ખાતે નવા ધાટનુ નિર્માણ કાર્ય પુર્ણ – એપ્રોચ રોડ ઉપર લાઇટીંગના કામને અપાતુ આખરી ઓપ

વારાણસીના ધાટે થતી આરતીનુ નર્મદા જીલ્લાના પુંજારીઓએ રૂબરૂ પહોંચી નિરીક્ષણ કર્યું- ગોરા ખાતે દરરોજ થતી પ્રેકટીશ

સમગ્ર દેશ સહિત વિશ્વ મા વારાણસી ખાતે ગંગા નદી ના ધાટ ખાતે થતી આરતી એક અનેરું આકર્ષણ બનેલ છે, હિન્દુ ધર્મ ભા આરતી નુ એક અનેરું મહત્વ છે ત્યારે વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના ગોરા ગામ પાસે નર્મદા નદી ના કિનારે એક ભવય ધાટ નુ નિર્માણ કાર્ય પુર્ણ થયુ છે, આ ધાટ ઉપર વારાણસી ની તર્જ ઉપર નર્મદા મૈયા ની મહાઆરતી યોજવામાં આવસે, લગભગ અમારા સુત્રો માથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 30 મી ઓક્ટોબર ના રોજ આ ધાટ ખાતે ઉપસ્થિત રહી મહાઆરતી નુ શુભારંભ કરાવે ની શક્યતાઓ જણાઇ રહી છે.

મળતી માહિતી અનુસાર નર્મદા નદી ના કિનારે ગોરા પુલ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એક ભાગરૂપે તેના આકર્ષણ મા વધારો કરવા પ્રવાસીઓ ને નર્મદા મૈયા ની મહાઆરતી મા ભાગ લેવા ની સગવડ ઉપલબ્ધ કરાવવા માટે એક ભવ્ય ધાટ નુ નિર્માણ કરાયું છે.ધાટ નુ નિર્માણ કાર્ય પુર્ણ થયુ છે, એપ્રોચ રોડ પણ બની ગયા છે આ રોડ ઉપર હાલ લાઇટીંગ ની કામગીરી ચાલી રહી છે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિમાં નર્મદા મૈયા ની મહાઆરતી શરુ કરવામાં આવસે નુ જાણવા મળ્યું છે, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દવારા પુંજારીઓ ને વારાણસી ના ધાટ દશાસોમ મેધ અને અસસી ધાટ ખાતે લઇ જવાયા હતા જયાં પુંજારીઓએ કઇ રીતે મહાઆરતી વારાણસી મા ગંગા નદી ના કિનારે થાય છે તેનુ નિરીક્ષણ કર્યું હતું. હાલ નર્મદા નદી ના કિનારે આરતી ની પ્રેકટીશ ભુદેવો ની દેખરેખ હેઠળ દરરોજ સાંજે 7 કલાકે કરવામાં આવી રહી છે. પ્રેકટીશ મા નર્મદા માતા ની આરતી તેમજ નર્મદા અષટક ની સતત પ્રેકટીશ સ્થાનિક કિર્તનકારો સાથે કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મી ઓક્ટોબર ના રોજ સટેચયુ ઓફ યુનિટી ખાતે પાછલા કેટલાક વર્ષો થી ખાસ ઉપસ્થિત હોય છે ત્યારે 30 મી ઓક્ટોબર ના રોજ તેમની હાજરીમાં જ નર્મદા મૈયા ની મહાઆરતી નુ પ્રારંભ થાય એવી શકયતાઓ વર્તાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here