રાજપીપળામા પોતાના ઢોર ઢાંખરને છુટ્ટા મુક્તા લોકો સાવધાન… નગરપાલિકા રખડતાં ઢોરોને પાંજરે પુરસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રખડતાં ઢોરોથી ટ્રાફિક સમસ્યા સર્જાતા નગરપાલિકાના તંત્ર દ્વારા હલે લાલ આંખ કરાસે

રખડતાં ઢોરો પકડી ઢોર ડબ્બામા પુરી માલિકો પાસેથી રુપિયા 500 દંડ વસુલાસે

રાજપીપળા નગર મા રખડતાં ઢોરો ના ત્રાસ થી રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે, નગર ના મુખ્ય માર્ગો ઉપર રખડતાં ઢોરો પોતાના અડ્ડા જમાવતા વાહન ચાલકો ને ભારે તકલીફો ઉઠાવવી પડતી હોય છે, અકસ્માતો પણ સર્જાતા હોય છે , ઠેરઠેર ગંદકી પણ ફેલાતી હોય છે તયારે આ સમસ્યા ને દુર કરવા માટે હલે રાજપીપળા નગરપાલિકાના શાસકો સજ્જ બનયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા ના જણાવ્યા અનુસાર રખડતાં ઢોરો ના ત્રાસ ની અનેક ફરિયાદો આવતી હોય છે તયારે તેમના માલિકો આ પશુઓ ને રખડતાં છોડી દે છે ખુબજ અજુગતું કરતા હોય , લોકો ને રખડતાં ઢોરો નુકશાન પહોંચાડતા હોય , ગંદકી ફેલાવતા હોય ને એક ડ્રાઇવ યોજી નગરપાલિકા આવા ઢોરો ને પશુઓને ઢોર ડબ્બા મા પુરવાની કલાયદ હાથ ધરસે. જે કોઇ ઇસમ ની માલિકી ના ઢોર પકડાસે તેમના પાસે થી રુપિયા 500 નો દંડ વસુલ કરવામાં આવસે.

રાજપીપળા નગરપાલિકા ની રખડતાં ઢોરો ને પાંજરે પુરવાની આ પહેલ થી ઢોરો ને રખડતાં છોડી મુકતા માલિકો ઉપર નિયંત્રણ આવસે અને ટ્રાફિક ની સમસ્યા ઓ તૈમજ રખડતાં ઢોરો ના અડફેટે આવી થતા અકસ્માત ના કિસસાઓ પણ અટકસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here