નર્મદા જીલ્લામા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૧૧૯ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપળા,નર્મદા) આશિક પઠાણ :-

મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૪૨૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લામાં આજદિન સુધિ સરેરાશ ૨૮૫ મિ.મિ વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં તા.૧૯ મી જુલાઇ, ૨૦૨૧ ને સોમવારના રોજ પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૧૧૯ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૩૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે દેડીયાપાડા તાલુકામાં–૯૦ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૫૬ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૪૬ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૨૮૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૪૨૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-૩૭૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૨૯૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૮૫ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૧૪૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૦૮ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૪૮ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૫૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૧૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here