કાલોલની વિવિધ સરકારી કચેરીઓ, શાળા કોલેજમા ખાતે સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારત ની આઝાદી ને ૭૬ વર્ષ પૂરા થઈ ને ૭૭ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અને મેરી માટી મેરા દેશ અંતર્ગત કાલોલ નગર તથા તાલુકામાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ એસ.એસ પટેલ, કાલોલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર રાકેશભાઇ સુથારીયા દ્વારા,કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર દ્વારા, કાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ દ્વારા તેમજ કાલોલ પોલીસ સ્ટેશન માં સીનીયર પીએસઆઇ જેડી તરાલ તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમાં પાસે આંબેડકર સ્મરણાંજલિ સમિતિના સભ્ય રમેશભાઇ કોન્ટ્રાક્ટર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા કોલેજ અને શાળાઓમાં રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાલોલ મા તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કૂલ ડેરોલ ગામે નાયબ મામલતદાર વિશાલ પટેલ ના હસ્તે યોજાયો હતો. કાલોલ ની એમ જી એસ હાઈસ્કૂલ ખાતે મદદનીશ શિક્ષક કે એ પૂવાર દ્વારા અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ટ્રસ્ટી જયંત મહેતા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ના બાળકોએ આર્મી ના પહેરવેશ પહેરીને પ્રભાતફેરી કાઢવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here