નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતેથી ગેરકાયદેસર બયોડીઝલના જથ્થાને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા પોલીસ મથકમા ફરજ બજાવતી પોલીસની કાર્યવાહી સામે સવાલ ?? 12000 લીટર બયોડીઝલ ગામ મા આવયુ સ્થાનિક પોલીસ કેમ ઉંધતી ઝડપાઇ ???

રાજયમા બાયોડીઝલ ના વેંચાણ પર પ્રતિબંધ છતાં મિલીભગત થી થતુ વેંચાણ

સમગ્ર રાજયમાં બયોડીઝલ ના વેંચાણ પર પરવાનગી લાયસન્સ વિના પ્રતિબંધ છતાં સરકારી તંત્ર ની મીલીભગત થી તેનુ વેંચાણ થતુ હોય છે, નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે થી નર્મદા LCB પોલીસે 12000 લીટરડિઝલ નો પાસ પરમિટ લાયસંસ વીનાનો જથ્થો ઝડપી પાડયો હતો. જેથી સ્થાનિક દેડિયાપાડા પોલીસ ની કામગીરી સામે પશ્રો ઉભા થયા હતા.

નર્મદા LCB પોલીસે ડેડીયાપાડામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ડેડીયાપાડા પોલીસે જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી LCB નર્મદા એ કરતા ડેડીયાપાડાની પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી જેથી પોલીસ ની કામગીરી સામે પશ્રો ઉભા થયા હતા . ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કેટલા સમયથી અને કોની રેહમો નજર હેઠળ ચાલી રહ્યુ હશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય મા બાંયોડીઝલ ના ગેરકાયદેસર વેંચાણ પર પ્રતિબંધ છતાં શુ સરકારી તંત્ર ની મીલીભગત થી વેંચાણ થતું હતું ??

સમગ્ર બનાવ ની વાત કરીએ તો નર્મદા LCB પોલીસ ને ડેડીયાપાડાના પારસી ટેકરા ખાતે રહેતા સલીમ મહંમદજી ખત્રીના રહેણાંક મકાનની બાજુમાં ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો હોવાની બાતમી મળી હતી. નર્મદા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ સહિત પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ અચાનક રેડ કરતા એક રૂમમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાયો ડીઝલ છૂટક વેચાણ માટે રાખેલું હોવાનું સલીમ મહંમદજી ખત્રી એ પોલીસ તપાસ મા જણાવ્યું હતું પરંતુ વેચાણ માટેનું કોઈ લાયસન્સ કે મંજૂરી પત્ર સલીમ મહંમદજી ખત્રી પાસે ન મળી આવતા પોલીસે 12,18,800 રૂપિયાનું 12,000 લિટર બાયોડીઝલ, 1 લાખની કીમતના 2 ફીલિંગ પંપ, 5000 રૂપિયાની કિંમતની એક મોટર સહીત અન્ય વસ્તુઓ મળી કુલ 13,35,100 રૂપિયાના મુદ્દામાલ સાથે સલીમ મહંમદ ખત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલો નર્મદા જીલ્લા પોલીસ ની કામગીરી સામે પશ્રો ઉભા કરી રહયો છે, જો એક સથળે ગુનાહીત પ્રવૃત્તિ થાય છે તેને રાજપીપળા થી છેક દેડિયાપાડા જઇ LCB પોલીસ પ્રકાશ મા લાવે છે તો પછી સ્થાનિક પોલીસ શુ કરતી હતી ? પુરવઠા વિભાગ પણ શુ કરે છે ? આ તમામ પશ્રો હાલ તો ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here