નર્મદા જીલ્લામા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૧૪૭ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો–૬૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લા માં મોખરે

નર્મદા જિલ્લાામાં આજદિન સુધી સરેરાશ ૩૯૫ મિ.મિ. વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લાશમાં તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૧ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૧૪૭ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં–૭૨ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૪૧ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૩૬ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાો પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તડ થયાં છે. નર્મદા જિલ્લા્માં આજદિન સુધી સરેરાશ-૩૯૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લા્માં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૬૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-૪૮૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, અને નાંદોદ તાલુકો-૩૫૫ મિ.મિ સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૨૮૦ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૨૧૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૬.૦૭ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૩.૨૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૦.૦૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૩૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here