કોરોના મહામારીનો કારણે તિલકવાડાં નગરમાં રક્ષાબંધનની ઘરાકી ના નીકળતા વેપારીઓ ચિંતામાં

તિલકવાડા(નર્મદા)
વસીમ મેમણ
કોરોના વાયરસના કારણે રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં બજારોમાં ભીડ ઓછી જોવા મળી તેની તસ્વીર

કોરોના વાઇરસની મહામારીમાં હવે તહેવારોનો ઉમંગ ઉત્સાહ જતો રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે તિલકવાડાંના મુખ્ય બજારમાં ભાઈ-બહેનના પવિત્ર ત્યોહાર રક્ષાબંધનને લઈ વેપારીઓ મોટી માત્રામાં રાખડીઓ લાવ્યા છે પરંતુ રક્ષાબંધનના ત્યોહારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં તિલકવાડાના બજારમાં ગ્રાહકો દેખાઈ પડતા નથી બહેનો રાખડી ખરીદી કરવા જે રીતે પહેલા આવતી હતી તે બહેનો કોરોના વાઇરસની મહામારીને કારણે હમણાં બજારમાં નહિવત દેખાઈ છે જેને લઈ તિલકવાડા અને દેવલ્યા ચોકડીના વેપારીઓ ચિંતિત બન્યા છે જે ત્યોહારનો ઉત્સાહ દેખાવો જોઈએ તે હાલની કોરોના વાઇરસની મહામારીમાં દેખાઈ પડતો નથી.

તિલકવાડાં નગરમાં અને દેવલ્યા ચોકડી પર ઘણા દુકાનદારો એ મોટા પ્રમાણમાં રાખડીઓ ભરી છે રક્ષા બંધન ભાઈ બહેનનો એક પવિત્ર ત્યોહાર છે તિલકવાડા અને દેવલ્યા ચોકડીના વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડીઓ લાવવામાં આવી છે દુકાનોમાં અવનવી અને રંગ બેરંગી રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ જરૂરિયાત મુજબની ઘરાકીના નીકળતા દુકાનદારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here