નર્મદા જીલ્લાનાં જંગલ વિસ્તાર માંથી પસાર થતાં હાઇવે ઉપર કણબી પીઠા પાસે ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પવન ચક્કી લઈને પસાર થતો ભારે વાહન રોડ વચ્ચે ફંસતા બબ્બે કલાક સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા

મહારાષ્ટ્ર અને ગુજરાત ને જોડતા નર્મદા જીલ્લા ના જંગલ વિસ્તાર માંથી પસાર થતાં સાગબારા દેડિયાપાડા તાલુકાના હાઇવે ઉપર અવાર નવાર વાહનો ના અકસ્માત સર્જાતા હોય છે,ભારે વાહનો આ માર્ગે પસાર થતાં હોય ને ટ્રાફિક પણ વધુ રહે છે ત્યારે આજરોજ પવન ચક્કી લઈને પસાર થતો ઍક ભારે વાહન મુખ્ય માર્ગ ઉપર જ ફસાતાં ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાયા હતાં.

દેડિયાપાડા સાગબારા નાં હાઇવે ઉપર થી પવન ચક્કી લયીને પસાર થતો ઍક ભારે વાહન હાઇવે ઉપર ફસાયો હતો, થોડાક દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો હોય ને રોડ ની સાઈડ ભીની હોય વાહન ચાલક પોતાનાં ભારે વાહન ને વળાવવા જતાં વાહન કણબી પીઠા અને માંચ ચોકડી નજીક રસ્તા ની વચ્ચો વચ્ચ જ ફસાતાં સમગ્ર રસ્તો પવન ચક્કી ભરેલ વાહને રોકતા ટ્રાફિક જામ થયો હતો. દેડિયાપાડા તરફ થી સા અને અક્કલકુવા મહારાષ્ટ્ર તરફ જતાં તમામ વાહનો બે કલાક સુધી અટવાયા હતા. જોકે પવન ચક્કી ભરેલ વાહનને હટાવતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here