નર્મદા જીલ્લાના સમસેરપુરા પાસે મોટરસાઇકલ ઉપર વિદેશી દારૂ લાવતા યુવાનને કેવડીયા પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા આરોપો પાસે થી વિદેશી દારૂ સહિત મોટર સાઇકલ મળી રૂપિયા 61600 નો મુદ્દામાલ જપ્ત

ગરુડેશ્વર તાલુકા નાં જન્તર ગામ ના બુટલેગર ની અટકાયત જ્યારે મહારાષ્ટ્ર નો દારૂ સપ્લાયર વોન્ટેડ જાહેર કરાયો

સમગ્ર રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટની ઓ યોજવાની છે ત્યારે આ ચૂંટણીઓ માં દારૂ નો વેપલો ફાટી ના નીકળે એ માટે નર્મદા જીલ્લા પોલીસ ને વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડા , નર્મદા જીલ્લા પોલસ વડા હિમકરસિહ નાં માર્ગદર્શન અને સુચના મુજબ કેવડીયા પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ટી. ચૌધરી સંગીત તેમના સ્ટાફ ના જવાનો ગરુડેશ્વર તાલુકા નાં વાડી ગામ ની કેનાલ પાસે નાકાબંધી માં હતા ત્યારે એક મોટસાયકલ ચાલક મોટસાયકલ નંબર G J 22 K 7975 ઉપર સવાર થઇ ને આવતા તેની પાસે મોટસાયકલ પર કોથળો બાંધેલો જોતા પોલીસ ને શંકા જતા તેને ઊભો રાખી તપાસ કરતાં કોથળા માંથી વિદેશી દારૂના કવાટરીયા નંગ 366 મળી આવ્યા હતાં.

પોલિસે મોટસાયકલ ચાલક કેમાભાઇ ભાંગયાભાઇ વસાવા રેહ. જંતર તા. ગરુડેશ્વર ની અટકાયત કરી હતી.અને તેની પાસે થી વિદેશી દારૂ કિંમત રૂ. 36600 તેમજ મોટસાયકલ કિંમત રૂ.20000, મોબાઇલ કિંમત રૂ. 5000 મળી કુલ રૂપિયા 61600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપી ને ઝડપી પોલિસે તેની પૂછપરછ કરતાં તેણે આ વિદેશી દારૂ નો જથ્થો મહારાષ્ટ્ર ના નંદરબાર જીલ્લા ના ધડગાવ તાલુકા નાં અટ્ટી ગામ ખાતે રહેતા આરોપી રમેશ ઝંગિયા ભાઈ વસાવા પાસે થી લીધેલ હોવાનુ જણાવતા મહારાષ્ટ્ર ના આરોપી ને વોન્ટેડ જાહેર કરાયો છે અને પોલિસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલિસે આરોપીઓ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here