વેરાવળ ખાતે સમુદ્રમાં ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ શિબિરનું આયોજન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઇચ્છુક તરવૈયા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે: તા.૪ થી જાન્યઆરી, ૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ પહોંચાડવાનું રહેશે

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક-યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભુમિકા રૂપે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.

ચાલુ વર્ષે સંભવિત જાન્યુઆરી-૨૦૨૨ ના અનુકૂળ ૧૦ દિવસના દરમિયાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું નક્કી કરેલ છે. તો આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેમની ઉમર તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદા હોય, શારીરિક તેમજ માનસીક રીતે તંદુરસ્ત હોય તેમજ સામન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમણે નિયત નમૂનાનુ અરજી ફોર્મ તા.૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ. નં-૩૧૩, ૩૧૪ બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવલ, જિલ્લો. ગીર સોમનાથ-૩૬૨૨૬૫ ખાતે મોકલી આપવાની રહેશે, શિબિર માટે પસંદગી કરતા પહેલા પુર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટી માંથી ઉર્તિણ થનાર ૨૫ યુવક-યુવતીઓની શિબિર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી બસ) નું, નિવાસ ભોજન આપવામાં આવશે.

વધુમાં શિબિર માટેનું ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ-youthofficergirsomnath.blogsport.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here