ખત્રી વિદ્યાલય બોડેલી મોટીવેશનલ સ્પીચની સાથે કારકિર્દી સેમિનાર યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજ રોજ ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે શફી લોખંડવાલા સાહેબ (યુ.એસ.એ.)ની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો જેમાં લોખંડવાલા સાહેબે થ્રી *સી* દ્વારા ૧. કોન્ફિડન્સ ૨. ક્રિએટિવિટી અને  ૩. કેરેક્ટર પર ભાર મૂકી શિક્ષણના આ ત્રણ મજબૂત આધાર સ્તંભ છે જેને લઇ વિસ્તૃત માહિતી પૂરી પાડી. આ સાથે આપણે શિક્ષણ પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જઈ ભારતીય સંસ્કૃતિની પ્રણાલીને આગળ વધારીએ તેમજ વિદેશી હૂંડિયામણથી ભારતીય અર્થતંત્ર મજબૂત બને જેનાથી ભારત દેશ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચતાના શિખરો સર કરી એક મહાસત્તા તરીકે વિશ્વમાં તરી આવે તેના માટે આહવાન કર્યું. સાથે સાથે જે કરો તે બેસ્ટ કરો .સાથે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો પર ચર્ચા કરી સરળ દિશાનો માર્ગ બતાવ્યો ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ કેનેડા,યુ.એસ.એ. જેવા દેશોમાં જઈ અભ્યાસ કરી ત્યાંની તકનીકો થી ભારતને સુસજ્જ બનાવવા વચન આપ્યું. અંતે શાળાના આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા સતત વ્યસ્ત રહેતા શફી સાહેબે શાળા,સમાજ અને બોડેલી તાલુકા માટે લાગણીસભર માર્ગદર્શનથી પ્રેરણા પૂરી પાડી તે માટે અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here