નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે જ કૉંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ કાદરી ભાજપા માં જોડાશે

આજરોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ ના હસ્તે રાજપીપળા નગરપાલિકાના વિપક્ષ નેતા સાહયનોર પઠાણ પણ ભગવો ધારણ કરશે

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીને સંગઠનને કમજોર કરવા માટેની ભારે કવાયત હાથ ધરી છે. આજરોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી . આર.પાટીલ રાજપીપળા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલયનો ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને નર્મદા જિલ્લામાં એક મોટો ફટકો પડી રહ્યો છે .

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા ઈમ્તિયાઝ અલી કાદરી સહિત તેઓની પુત્રી રાજપીપળા નગરપાલિકા વિરોધ પક્ષની નેતા શાહેનુર પઠાણ સી.આર. પાટીલ ના હસ્તે ભગવો ખેસ ધારણ કરવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે વર્ષો સુધી કામગીરી કરતા ઇમ્તિયાઝ કાદરી કોંગ્રેસ સાથે છેડો પાડી આજરોજ સી આર પાટીલ ના હસ્તે ભગવો ધારણ કરશે તેમની સાથે તેઓના ટેકેદારો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here