ગીચડ ગામે આગ હોનારતમાં બેઘર બનેલા 9 ઘરના પરીવારોની મદદે આવ્યા ડેડીયાપાડાના વેપારીઓ…

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

આ કહેવાય મદદનો મજબુત હાથ…9 પરિવારોને દાનમાં આખે આખા ઘર વસાવી આપ્યા ….

તિજોરી, પલંગ ,ખુરશી, કપડા ની બેગ , પાણી ભરવાનું બેરલ, ગોદડા , રજાઈ, ધાબળા અનાજની કીટ, બરણી, ન્હાવા નો રૂમાલ, રસોડાના વાસણો સહિતની ઘર વપરાશની સંપૂર્ણ સાધનો આપ્યા

દેડીયાપાડા તાલુકાના ગીચડ ગામે 9 જેટલા ઘરો સળગી જતા બેઘર બનેલા પરિવારની મદદે જુદા જુદા લોકો આગળ આવ્યા હતા.જેમાં દેડિયાપાડાના વેપારીઓ આ ગરીબ પરિવારની મદદે આવ્યા હતા. જેમાં દેડીયાપાડાના મુખ્ય દાતા મહેશભાઈ અંબાલાલ પટેલ, રામ કિશોર પટેલ, બીજી શાહ, દિપક અગ્રવાલ, દિનેશ સ્ટીલ, દર્શન પટેલ દાતાઓએ ભેગા થઈને નાશ પામેલ ઘરવખરી ને ફરીથી સજીવન કરવા સંપૂર્ણ ઘરવખરીનો સામાન આજે આપ્યો હતો. જેમાં એક કુટુંબ દીઠ તિજોરી, વ્યક્તિ દીઠ પલંગ , વ્યક્તિદીઠ ખુશી, કપડાની બેગ , પાણી ભરવાનું બેરલ, ગોદડા , રજાઈ, ધાબળા અનાજની કીટ, મરચા મસાલા ભરવાની બરણી, ન્હાવા નો રૂમાલ, રસોડાના વાસણો સહિતની ઘર વપરાશની સંપૂર્ણ સાધનો આજે આબેઘર પરિવારોને સહાયનુ વિતરણ કરી દુઃખીયારા ના આંસુ લૂછવાનો પ્રયાસ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે આ લખાઈ રહ્યુ છે ત્યા સુધી તંત્રની કોઈ મદદ મળી નહોતી ….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here