રાજકીય પક્ષોને વાહનો વાપરવા માટે માર્ગદર્શિકા દર્શાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. જેના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિન રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય, આ પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જન સામાન્ય તરફથી સાચી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ રહે છે. આ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી પાસે રજીસ્ટર કરાયેલ વાહન માટે અરજી કરી પરમીટ મેળવી લેવાની રહેશે તેમજ અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય તે રીતે ચોટાડવાની રહેશે. પરમીટની ઝેરોક્ષ નકલ ચાલશે નહિ. આ સિવાય કોઈપણ વાહનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. વાહનમાં વધારાની એસેસરી ફીટ કરાવેલી હશે તો આર.ટી.ઓશ્રીની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ચૂંટણી પ્રચાર કાર્ય માટે ચુંટણીને સંબંધકર્તા બાબતોમાં કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહિ. આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફ્ટ, કાર, જીપ, ઓટોમોબાઈલ, બોટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વાહનો ઉપરાંત રાજ્ય સરકારના સાહસો, સંયુક્ત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ- વેચાણ સંઘો, મહાસંધો, સહકારી સોસાયટીઓ, જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ જાહેર નાણાનો જરા પણ હિસ્સો હોય તેવી
કોઈપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં. પરંતુ પ્રધાનમંત્રીશ્રી તથા અન્ય રાજકીય મહાનુભાવો કે જેમને સંસદ અથવા રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલ કાયદાની જોગવાઈઓ હેઠળ ઉચ્ચ કક્ષાની સુરક્ષા ફાળવેલ છે તેવા મહાનુભાવોની સુરક્ષાના હેતુસર વપરાતા વાહનો માટે આ પ્રતિબંધ લાગુ પડશે નહિં.
ઉમેદવારે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી ફોર્મે ભરવા આવતી વખતે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી
અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ ત્રણ વાહનો લાવી શકાશે તથા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીના રૂમમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવાર સહિત અન્ય ૪ (ચાર) એમ વધુમાં વધુ ૫ (પાંચ) વ્યક્તિઓએ જ પ્રવેશવાનું રહેશે.
ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઈપણ સંજોગોમાં રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં સિક્યુરીટી વાહનો સિવાયના ૧૦ થી વધુ વાહનો એકી સાથે લઈ જઈ શકશે નહી તેવું ઠરાવેલ છે. આથી તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં સિક્યુરીટી વાહનો સિવાયના એકી સાથે ૧૦ થી વધુ વાહનો લઈ જઈ શકાશે નહી.
ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનો બે, ત્રણ અને ચાર વ્હીલવાળા રહેશે ચાર વ્હીલવાળા વાહનોમાં ડ્રાઈવર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધુ બેસી શકે નહી. આવા વાહનોના ખર્ચની વિગત રજીસ્ટરમાં નોંધવી પડશે. આ આદેશ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ૧૫/૦૫/૨૦૨૪ (બંને દિવસો સહીત) સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનું પાલન નહી કરનાર સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ પગલા લેવામાં આવશે.
એસ.એમ.એસ/ એમ.એમ.એસ, સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં મેસેજ મોકલવા કે ફોરવર્ડ કરવા ઉપર નિયંત્રણ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું,

ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં
આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે.
તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ
ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તથા આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણીલક્ષી જોગવાઈઓ તથા આદર્શ આચારસંહિતાના અમલીકરણમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક
SMS/MMS વહેતા થતા અટકાવવા માટે કેટલાક નિયંત્રણો મુકવા માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલી સતાની રૂએ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here