દાહોદ : ભથવાડા ટોલ નાકા ઉપર ફરી એકવાર ભારી માત્રામાં મુદ્દામાલ સાથે દારૂ પકડાયો

દાહોદ, સાગર કડકિયા :-

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પાસે આવેલ ભથવાડા ટોલ પર અવાર નવાર વિદેશી દારૂ પકડવામાં મોખરે રહ્યું છે ત્યારે ફરી એકવાર 28. લાખ થી પણ વધારેનો દારૂ ઝડપીને સરાહનીય કામ કર્યું છે. ગોધરા રેન્જના આઈ જી તેમજ દાહોદના એસ પી બલરામ મીના ની સૂચના મુજબ પીપલોદ પોલીસ પ્રોહીબીટેડ ગુના અટકાવવા માટે પેટ્રોલિંગ કરી રહીહતી તે દરમ્યાન મળેલી એક બાતમીના આધારે એક ઓક્સિજનના ટેન્કરની તલાશિ લેતા તેમાંથી વિદેશી દારૂનો બાહોળો જથ્થો મળી આવ્યો હતો,

ઓક્સિજન ભરવાના ટેન્કરમાં તપાસ કરતા તેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 552 કાચની બોટલો તથા પત્રાના ટીન નંગ 7236 મળી કુલ 28,22,578 નો દારૂ ઝડપી પડ્યો તેમજ ઓક્સિજન નું ટેન્કર નંબર HR 55-W-6899 ની કિંમત 15.00000 પંદર લાખ આમ દારૂ તેમજ ટેન્કર કુલ મળી 43.66.068 તેતાલિસ લાખ છાસઠ હાજર અને અડસઠ રૂપિયાનો માલ કબ્જે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here