પોસ્ટ ઓફિસના અધિકારી ઉપર હુમલો થતા તમામ કર્મચારીઓ પોસ્ટ ઓફિસની કામગીરી બંધ કરી પોલીસ મથકે પહોંચતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર પોસ્ટ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ સમયસર પોસ્ટ ઓફિસનું કામકાજ શરૂ થતા એક ગ્રાહક પોષ્ટ ની કામગીરી બાબતે પોસ્ટ ઓફિસના અધિકારી સાથે બોલાચાલી કરી હુમલો કરવામાં આવતા પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ આ હુમલા થી ગભરાઈને પોસ્ટ ઓફિસનું કામકાજ બંધ કરી હુમલાખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોસ્ટ ઓફિસના કામ અર્થે આવતા સેકડો ગ્રાહકો ચાલુ દિવસોમાં પોસ્ટ ઓફિસ બંધ જોઈ અચરજ પામ્યા હતા અને પોષ્ટના અનેક કામો ન થતા અને ગ્રાહકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આ અંગે સબ ડિવિઝન ઈન્સ્પેકટર સાથે રૂબરૂ મુલાકાત કરતા તેઓ દ્વારા જણાવ્યું કે હાલ અમારા કર્મચારીઓ ગભરાઈ ગયેલ છે પોલીસ રક્ષણ મેળવીને વહેલી તકે રાબેતા મુજબની કામગીરી શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here