દાહોદ : ઞુજરાત માજી સૈનિક સંગઠન સાથે જોડાયેલા દાહોદ જિલ્લાના માજી સૈનિકોએ પોતાની વિવિધ રજૂઆતોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

દાહોદ,
પ્રવાસી પ્રતિનિધિ

ગત રોજ તારીખ 16/09/20 બુધવારે દાહોદ જિલ્લામાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દાહોદ (ઞુજરાત માજી સૈનિક સંગઠન દાહોદ) ના તમામ હોદ્દેદારો તમામ તાલુકા પ્રમુખ અને જીલ્લાના તમામ હોદ્દેદારો, રાજયના ફરિયાદી કમિટીના અધ્યક્ષ એડવોકેટ (વકીલ) કમલ ગુપ્તા દાહોદ માજી સૈનિક સંગઠન વીરનારી મહિલા મોરચાના પ્રમુખ ચોહાણ દિપીકાબેન તમામ ઉપસ્થિત જીલ્લાના હોદ્દેદારો દ્રારા દાહોદ જીલ્લા કલેકટર સાહેબ વિજય ખરાડીને અને દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એમ જે દવે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લાની તમામ વીરનારીઓ અને માજી સૈનિકોને સરકાર દ્વારા મળવાપાત્ર સરકારી જામીન ફાળવણી કરવામાં આવે અને દાહોદ જિલ્લામાં આર્મી અને પેરામીલેટ્રીની ભરતી રૈલી લાવવામાં આવે માજી સૈનિક સંગઠનને જીલ્લા સેવા સદન છાપરી દાહોદમાં સ્થાયી રૂપી પરમાનેન્ટ સરકારી ઓફિસ ફાળવણી કરવામાં આવે દાહોદ જિલ્લામાં સી એસ ડી કેન્ટીન અને ઈ સી એચ એસ ની સુવિધા ઉપલબ્ધ કરાવામા આવે અને તમામ પેરામીલેટ્રી ફોસઁના સૈનિકોની પણ સુવિધાઓ દાહોદ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવે તમામ મુદ્દાઓ સાહેબશ્રી એ સ્વીકારી લેવામાં આવ્યા અને તમામ સૈનિકોના લીસ્ટ તાલુકા વાઈજ મંગાવ્યા છે અને જમીન ફાળવણી માટેનુ કામ હુ જાતે હર અઠવાડિયાની મીટીંગમાં તમામ અધિકારીઓ જણાવીશ અને તમામ તાલુકા મા આવેદનપત્ર આપવા કરતા મને જીલ્લાના તમામ માજી સૈનિકોના લીસ્ટ આપો હુ તમામ માજી સૈનિક ની સરકારી જમીન ફાળવણીનુ કામ કરી આપીશ તો હવે તમામ તાલુકા પ્રમુખ સાહેબોએ તાલુક ના માજી સૈનિકો અને વીરનારીઓ ના લીસ્ટ જલ્દીથી દાહોદ જીલ્લા પ્રમુખશ્રીને મોકલી આપવા મહેરબાની કરશો અને સાહેબશ્રીએ જણાવ્યું કે ફુલકોશીશ કરીશું કે દાહોદ જિલ્લામાં ભરતી રૈલી યોજવામાં આવે આવા તમામ મુદ્દાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સી એસ ડી કેન્ટીન લાવવા માટે પણ માજી સૈનિકો અને ઓન સર્વિસ સૈનિકોના નામનુ લિસ્ટ પણ બનાવવામાં આવે જેટલી આપણી સંખ્યા વધારે હશે એટલી આપણી કેન્ટીન જલ્દી આવશે અને સાથે સાથે તમામ માજી સૈનિકો અને ઓન સર્વિસ સૈનિકોના માજી સૈનિક સંગઠનના સભાસદોના ફોર્મ જલ્દીથી ભરીને આપવા માટે વિશેષ કરીને વિનંતી કરૂ છું ધન્યવાદ આવેદનપત્ર આપવામાં હાજર રહેલા તમામ માજી સૈનિકો વીરનારીઓ ઓન સર્વિસ સૈનિકોને અને તમામ દાહોદ જીલ્લાના તાલુકા પ્રમુખ સાહેબો ઉપપ્રમુખ સાહેબો અને તમામ હોદ્દેદારોને દાહોદ જીલ્લાના પ્રમુખશ્રી મોહનીયા શંકરભાઈ પારૂભાઈ ઉપપ્રમુખશ્રી પરમાર હિંમત ભાઈ મંત્રીશ્રી પલાસ દુલઁભસિંહ ડાયરેક્ટર શ્રી ઝાડ પ્રદિપસિંહ કારોબારી અધ્યક્ષ રયજી સાહેબ રાજય કમેટીના વકીલ સાહેબ કમલ ગુપ્તા મહિલા મોરચાના પ્રમુખ ચોહાણ દિપીકા બેન ગુજરાત રાજયના પ્રમુખશ્રી જીતેન્દ્ર નિમાવત સાહેબ ઞુજરાત રાજ્ય ઉપપ્રમુખશ્રી દિપક ચૌધરી સાહેબ તરફથી ઉપસ્થિત રહેલા તમામ સૈનિકોને ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here