પંચમહાલ જિલ્લામાં વધુ ૬૨ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
શાહનુંમાં કાલુ

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬૨ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં શહેરા તાલુકામાં સમાવિષ્ટ વ્યાસડા-૦૨, વાળંદ ફળિયા (ગુણેલી ગામ), ખાંડા ફળિયા (ડેમલી ગામ), શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ પંચવટી સોસાયટી, સિંધી ચોકડી પાસેનો રોહિતવાસ વિસ્તાર, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી, ગ્રીનપાર્ક વોર્ડ નં-૦૧, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મુક્તાનંદ સોસાયટી, સિંધીની ચાલ (પાવરહાઉસ), ઝુલેલાલ સોસાયટી-૦૭ (રણછોડજીમંદિર વિસ્તાર), જહુરપુરા માર્કેટ -૦૨, પાવરહાઉસ-૦૨, કાછિયાવાડ-૦૫, પાર્વતીનગર-૦૩, ઝુલેલાલ સોસાયટી-૦૮, ગોન્દ્રા ક્વાટર્સ, સબજેલ વિસ્તાર, સૃષ્ટ ટેનામેન્ટ, સૈયદવાડા-૦૩, નવા બહારપુરા-૦૨, વૃંદાવન સોસાયટી-૦૩, પાર્વતીનગર-૦૨, હરિકૃષ્ણ સોસાયટી-૦૫, ચોખંડી પોળ (કાછિયાવાડ), સાંઈબાબા નગર (જાફરાબાદ), સહજાનંદ-૦૩, સહજાનંદ-૦૪ અને ૦૫, ઝુલેલાલ સોસાયટી-૦૬, પાર્વતીનગર-૧, સોમનાથ નગર, ઝુલેલાલ સોસાયટી, ઝુલેલાલ સોસાયટી-૦૫ , ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગમાં સમાવિષ્ટ બાપુનગર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ આમ્રપાલી-૦૧, મધુવન પાર્ક, પટેલ કોલોની, તુલસીધામ (પંચવટીનગર), ગોકુલધામ-૦૩, પાશ્વનાથ સોસાયટી-૩, વાલમ પાર્ક, શેરોન પાર્ક, ચંદ્રપુરા-૨, નીલકંઠ સોસાયટી (કંજરી રોડ), વેલવેટ સિનેમા (નિલકંઠ હોટેલ), નીતાનગર, આમ્રપાલી-૦૨ બી, મંગલમૂર્તિ-૦૨, નીતાનગર-૦૨, સનસિટી-૦૩ (કણજરી રોડ), આશિયાના- નવરંગ, જલારામ નગર (ગોવિંદપુરી), રણછોડનગર (ગીતાનગરની પાછળ), મનુસ્મૃતિ, જ્યોતિનગર-૦૨, પ્રેમ એસ્ટેટ, હાલોલ તાલુકામાં સમાવિષ્ટ વડા તળાવ ગામમાં સમાવિષ્ટ બારિયા ફળિયા, મસવાડ ગામનો નવી નગરી વિસ્તાર, રસૂલપુર ગામનું રાઠવા ફળિયું સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here