તેજગઢ ખાતે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન કલબ છોટાઉદેપુર દ્વારા આયોજીત આંતર વહીવટીય પાંખ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ તેજગઢ ખાતે સપોર્ટ એન્ડ રિક્રિએશન કલબ છોટાઉદેપુર દ્વારા આંતર વહીવટીય પાંખ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ નુ ઉદ્દઘાટન થયુ છે જેમાં ટી.ડી.ઓ સાહેબ ડી.ડી.ઓ સાહેબ ડી.વાય.એસ.પી સાહેબ પ્રાંત અધિકારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષ ના નેતા ઉપસ્થિત રહ્યા હતા જે ક્રિકેટ ટુર્નામેન્ટ નુ ઉદ્દઘાટન તમામ અધિકારીઓ ના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરવામાં આવ્યુ આ ટુર્નામેન્ટ કેટલાક વર્ષો થી કરવામાં આવેછે જે કોરોના કાળ હોવાને કારણે છેલ્લા બે વર્ષ થી બંધ રાખવામાં આવી હતી અને પહેલી વાર તેજગઢ ખાતે નવનિર્માણ કરવામાં આવેલ છે અને તેજગઢ ખાતે રમત ગમત ના મેદાન માં ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે આજરોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે અને ઉદ્દઘાટન પણ થઈ ગયુ છે જેમાં ક્રિકેટ રસિયાઓ રમવા માટે થનગની રહ્યા છે જેમાં આદિજાતિ વિભાગ,આરોગ્ય વિભાગ,ફોરેસ્ટ વિભાગ,જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ વગેરે વિભાગની ટિમો ભાગ લેશે અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે વર્ષ થી જિલ્લા પંચાયત અને આદિજાતિ ખાતાની ટીમ ફાઇનલ માં આવેછે પરંતુ જેમાં જિલ્લા પંચાયત ની ટીમ વિજેતા બનેછે આ વખતે જોવાનું રહેશે કે આદિજાતી ની ટીમ આ વર્ષે વિજેતા બની ખાતુ ખોલાવે છે કે નહી આજરોજ જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદન વચ્ચે પ્રથમ મેચ રમાનાર છે એક ટીમ કુલ ચાર મેચ રમશે જેમાં ટોપ ચાર ટીમ ની વચ્ચે સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચ રમાડવામાં આવશે તેજગઢ ગામમાં આ રોમાંચક રમત સતત 10 દિવસ સુધી ચાલશે જેનો લાભ ક્રિકેટ રસિયાઓ અને ગામ લોકો નિહાડશે. ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here