નર્મદા જીલ્લાના અગર ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓને તિલકવાડા પોલીસે ઝડપી પાડયા પાંચ જુગારીઓ ફરાર

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

રૂપિયા 20630 નો મુદ્દામાલ જપ્ત ફરાર જુગારીઓ ને ઝડપી પાડવા પોલીસ ની કવાયદ

નર્મદા જીલ્લા માં જુગાર સહિત ની અસામાજિક પ્રવુતિઓ ને અટકાવવા ની સુચના અને માર્ગદર્શન જીલ્લા પોલીસ વડા પ્રશાંત સૂમ્બે સહિત નાયબ પોલીસે વડા વાણી દુધાત , સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવ નાઓ એ આપેલ હોય તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એન. પરમાર સહિત તેમની ટીમ ના હેડ કોન્સ્ટેબલ સૈલેશ મનસુખ, રમેશ મંગળભાઈ, મનોજ ધનજીભાઈ, જયેશ કાનજીભાઈ, અને માનસિંહ જીલુભાઈ નાં ઓ એ અગર ગામે રેડ કરી જુગાર રમતા ત્રણ જુગારીઓ ને ઝડપી પાડયા હતા, અને તેમની પાસે થી 20630 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તિલકવાડા પોલીસ મથક ની હદ મા આવતાં અગર ગામે સીમ મા ગેરકાનૂની રીતે કેટલાક લોકો જુગાર રમતાં હોવાની બાતમી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. એન. પરમાર ને મળતા તેઓ એ રેડ કરી 1) કમલેશ રમેશ ભીલ 2) સનત રાજુભાઈ ભીલ 3) રાકેશ નગીનભાઈ ભીલ તમાંમ રહે. અગર, તા. તિલકવાડા નાઓને 20630 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસ ની રેડ દરમ્યાન પાંચ્ જુગારીઓ ફરાર થઈ ગયા હતા જેમાં 1) અનિલ ગોપાલ ભીલ 2) કમલેશ નટુભાઈ ભીલ 3) રાહુલ મુકેશભાઈ ભીલ 4) સુનીલ ઈશ્વર ભીલ અને 5) રાકેશ દિલીપ ભીલ તમામ રેહ. અગર નાઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે, અને ફરાર જુગારીઓ ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here