લોકસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખી મુખ્ય ચૂંટણી કમિશનરે દારૂ માટે આપી કડક સુચના

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત મા માત્ર કહેવા પુરતિજ નામની દારુબંધી!!!!

દારૂબંધી ના મામલે ગુજરાત ભારે બદનામ છે માત્ર નામ પૂરતીજ કહેવા માટેનીજ દારૂબંધી હોય બાકી માગો ત્યારે, માંગો એ બ્રાન્ડનો દારૂ મળી રહે છે. બસ, ફરક એટલો છે કે અહી છુપાઈ છુપાઈને દારૂ પીવો પડે છે, નહિ તો પોલીસ પકડી ને લઇ જાય છે !!!

લોકસભા ની ચુંટણી ના પડઘમ વાગી ગયા છે,ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતના સરકારી તંત્રને દારૂ મામલે તાકીદ કરી છે. તેમણે લીકર અને ડ્રગ્સની હેરાફેરી બુટલેગિંગ રોકવા માટે તંત્રને ચાંપતા પગલા ભરવાની સૂચના આપી છે.સાથે જ કહ્યું કે, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ મળતો નથી એવુ નથી, આ મામલે પરંતુ વધારે ધ્યાન રાખો ની ટકોર કરી છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે દરેક રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા વહીવટી તંત્ર સાથે સતત ચાર કલાક સુધી બેઠક યોજી હતી. જેમાં રાજ્યવાર લોકસભાની ચૂંટણી સંબંધે વરચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. ચુંટણી કમિશનર ની આ બેઠક મા ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ખાસ ચર્ચાયો હતો.

ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત અને બિહાર બે ડ્રાય સ્ટેટ છે, એટલે એમ માનવાની જરૂર નથી કે આ બંને રાજ્યોમાં દારૂ મળતો નથી !!! ગુજરાતમાં દારૂબંધી હોઈ ચૂંટણી સમયે દારૂની હેરાફેરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરમીટ પર દારૂની છૂટ છે. પંરતું આ રાજ્યમાં ચૂંટણી સમયે બુટલેગિંગ રોકવાની વધારે જરૂર હોવાની ટકોર કરી હતી.

આ સાથે ચૂંટણી કમિશનરે એવી ટકોર પણ કરી કે, પાકિસ્તાની સરહદેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. તે કન્ટ્રોલ કરવા માટે બોર્ડર સીલ કરવામાં આવે અને કડકમાં કડક પગલા ભરવામા આવે.

આમ, ચૂંટણી કમિશનર ગુજરાત સહિત બોર્ડર રાજ્યોમાં નશીલા પદાર્થો, દારૂ, શસ્ત્રો, વિસ્ફોટકો સહિતની પ્રતિબંધિત ચીજો ના ઘૂસે તે માટે કડક તકેદારી રાખવા પર ખાસ ભાર પણ મૂક્યો હતો.

ત્યારે ગુજરાત નો નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલ છે, મહારાષ્ટ્ર તરફથી ગુજરાત માં આવતો વિદેશી દારૂનો જથ્થો અવાર નવાર નર્મદા પોલીસ ઝડપતી હોય છે હવે નર્મદા જીલ્લા પોલિસે લોકસભા ની ચૂંટણીઓ ને ધ્યાન માં રાખી બોર્ડર ઉપર ઘનિષ્ટ ચેકીંગ કરી વીદેશી દારૂ ગુજરાત માં ના ઘૂસે એની તકેદારી રાખવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here