નર્મદા LCB પોલીસે વાહનોની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી પાડયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના નર્મદા જીલ્લા સહિત અંકલેશ્વરમાં કારો ચોરી મધ્યપ્રદેશ માં પણ અનેક ચોરીઓ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

નર્મદા LCB પોલીસે ઝડપેલા આરોપી પાસે થી ચાર લકઝરિયસ કાર જપ્ત કરી અન્ય ચાર આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન

નર્મદા જીલ્લા મા અનડીટેક્ટ ચોરીઓ નો ભેદ ઉકેલવાની સુચના વડોદરા રેન્જ આઇજી એમ. એસ.ભરાડા સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જીલ્લા LCB પોલીસ ને આપવામા આવી હોય પોલીસ વિભાગ સતર્ક બન્યું છે,નર્મદા જીલ્લા એલસીબી નાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલે તિલકવાડા પોલીસ મથક હેઠળ ના અન ડિટેક્ટ થયેલ વાહન ચોરી ના એક ગુના નો ભેદ ઉકેલી આંતર રાજ્ય વાહનો ની ચોરી કરતી ગેંગ ના મુખ્ય સુત્રધાર ને ઝડપી પાડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

તિલકવાડા પોલીસ મથક હેઠળ ના દેવળિયા ગામ ખાતે થી એક પિક અપ ગાડી ચોરી થયી હતી જેની ફરિયાદ પોલીસ મથક મા નોંધાયેલ હતી, પરંતું ચોરી નો ભેદ વણઉકેલ્યો હતો, જેથી એલ સી બી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ પટેલે આ અગાઉ આ ચોરી ના ગુનામાં નાસતો ફરતો આરોંપી દિલીપ સરદાર બામણીયા રહે. અખાડા તા. કુક્ષી જીલ્લો ધાર મધ્યપ્રદેશ તથા દિનેશ લક્ષમન અજનાર રહે. ઢેલવાની તા. કુક્ષિ જિલ્લો. ધાર મધ્યપ્રદેશ નાઓ એ આ ચોરી કરી હોવાનુ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમજ પોલીસ ના અંગત બાતમીદારો દ્વારા હકીકત મેળવી હતી.

કાર ચોરી કરનારા ઓની વિગત મેળવી નર્મદા જીલ્લા એલ સી બી ના એ.એસ આઇ. પરષોત્તમ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ , અશોકભાઈ, કૃષ્ણલાલ અને દુરવેશ ભાઇ નાઓની ટીમ બનાવી તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા, જ્યાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ચોરી કરનાર મુખ્ય સુત્રધાર દિલીપ સરદાર બામણીયા ને ઝડપી પાડ્યો હતો.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી ને રાજપીપળા નર્મદા એલ સી બી પોલીસ મથક મા લાવી તેની પૂછપરછ કરતાં તેણે તેના સહ આરોપી ગેંગ ના 1) પાનસિંહ લક્ષ્મણ અજનાર 2) ભોલું લક્ષ્મણ અજાનાર 3) થાવારિયા ઠાકરસિંગ જનાર ત્રણેય રહે. ઠેલવાની તા અજનાર મધ્યપ્રદેશ અને 4) ગણપત દિતિયા વસુનીયા રહે. રણજીતઘડ જિલ્લો. અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓ પણ આ ચરી માં સંડોવાયેલ હોવાનુ જણાવ્યું હતું , જેઓને ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં છે.

ઝડપાયેલા આરોપી ની પૂછપરછ કરતાં આ ગેંગ દ્વારા ચોરી કરવમાં આવેલ દેવળિયા ની પિક અપ સહિત મધ્યપ્રદેશ ના રતલામ માંથી ચોરી કરેલ બે કાર સહિત મધ્યપ્રદેશ નાજ શિહોર જીલ્લા માથી ચોરી કરેલ કાર મળી કુલ ચાર કાર નો ચોરી કરાયેલ મુદ્દામાલ પણ ઝડપી પાડયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here