જાંબુઘોડા તાલુકાની શારદા મંદિર વિદ્યાલય કરાના ૧૦ વિદ્યાર્થીઓને બાયોસ્ટેડ ઈન્ડિયા લિમિટેડ એગ્રો કંપની દ્વારા ૨૫૦૦૦/- રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવી

જાંબુઘોડા, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

જાંબુઘોડા તાલુકા ના કરા ગામમાં આવેલી શારદા મંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ૧૦ ખેડૂતના જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરીને બાઓસ્ટેડ ઈન્ડિયા લિમિટેડ નામની મુંબઈની એગ્રીકલ્ચર કંપની દ્વારા ૨૫૦૦૦/- અંકે પચ્ચીસ હજાર રૂપિયા ની શિસ્યવૃત્તિ આપવામાં આવી આ કંપની દ્વારા ભારતભર માં ખેતી વિષયક વ્યવસાય માં ખેડૂતો સાથે જોડાયેલી હોય અને સામાજિક જવાબદારી ના ભાગરૂપે સમગ્ર ભારતની શાળાઓની પસંદગી કરી ખેડૂતના જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય એવા હેતુથી દરવર્ષે દેશની વિવિધ શાળાઓના ૪૦૦૦ ખેડૂતના જરૂરિયાતમંદ બાળકો ની પસંદગી કરી બાળક દીઠ ૨૫૦૦ રૂપિયાની એગ્રીકલ્ચર શિસ્યવૃતિ સહાય કરતી હોય છે અને આ વર્ષે પણ કંપની ના ૩૭ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ દ્વારા આ પ્રસંગ ને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે અને ખેડૂતોના બાળકો ને સહાય રૂપ થવા માટે એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ભારતભર ની વિવિધ શાળા ના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં ૪૦૦૦ વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ થઈ રહ્યો છે.
બાલપીર એગ્રો ઉચાપાન ના સઉદખાન પઠાણ અને કૃષિવલ બોડેલી ના જયેશભાઈ મિસ્ત્રીના માધ્યમ થી આ શિષ્યવૃતિ બાળકો ને આપવામાં આવી. આ પ્રસંગે બાયોસ્ટેડ કંપની ના રિજનલ મેનેજર મંદાર કુલકર્ણી, પ્રોડક્ટ મૅનેજર પલ્લવી પંચાલ ,શિવમ ગુજજર તથા શારદા મંદિર વિદ્યાલય કરા ના માજી આચાર્યશ્રી વિજયભાઈ જયસ્વાલ અને હાલના આચાર્યશ્રી સંજયભાઈ રાઠવા તથા શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓએ અને મોટી સંખ્યામાં ખેડૂત વાલીઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને બાળકો આ શિષ્યવૃતિ નો ઉપયોગ અભ્યાસ સામગ્રી માટે ઉપયોગ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here