સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક ખાતે ફરજ બજાવતા 24 સ્થાનિક આદિવાસી યુવાન યુવતિઓને અચાનક છુટ્ટા કરી દેવાતા રોષ

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપી નોકરીમા પુનઃ લેવાની રજુઆત

પાંચ પાંચ મહિનાઓથી પગારના નાણાં પણ ચુકવાયા નહોય કલેક્ટર નર્મદાને રજુઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં નોકરી કરતા ૨૪ સ્થાનિક કર્મચારીઓ ને અચાનક જ છુટ્ટા કરવામાં આવતા તેઓને કોઈ પણ જાતની અગાઉથી નોટીસ કે જાણ પણ ન કરાતાં તઘલખી ફરમાનની આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર સમક્ષ સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા સહિત ભાજપાના અગ્રણી ભારતીબેન તડવીએ રજુઆત કરી હતી, અને આ બેરોજગાર સ્થાનિક આદિવાસી યુવાન યુવતિઓને પુનઃ નોકરીએ રાખવા આવેદનપત્ર આપ્યુ હતુ.

નર્મદા કલેક્ટરને સોંપવામાં આવેલ આવેદનપત્ર મા જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તા18/10/2019 ના રોજથી ફરજ બજાવી રહેલા અને લોક ડાઉનને કારણે 18/3/2020 ના રોજ કોરોના મહામારીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા હોય ને તા 30/10/20 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ એ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને જે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સેવા આપી રહ્યા છે તેવા ગાઈડોના ગાઇડની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને તેમના પ્રવચનમા જાહેરમા મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમા તેમના કામની પ્રશંસા કરી હતી અને શુભેચ્છાઓ પણપાઠવી હતી. ત્યારે પીએમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી ગાઇડોને જ કોઈ પણ કારણ નોટિસ વગર દિવાળીના તહેવાર ટાણે જ 24 કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. ત્યારે તેઓ આર્થિક મુશ્કેલીમા મુકાઈ ગયા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર સામે રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ફરજ બજાવતા સ્થાનિકોને કોઈપણ કારણ વગર કોઈ પરિપત્ર કે કોઈપણ સૂચના આપ્યા વગર જ છુટ્ટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ એવા બેરોજગાર યુવાન યુવતિઓ છે કે જેમણે પોતાની જમીન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેશના હિત અને વિકાસ માટે જેમણે પોતાની જમીન આપી છે તો તેવા લોકોને આવા સમયે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાંથી છૂટા કરવામાં આવે એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય એક તરફ દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસીઓને રોજગારી માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે જેમણે પોતાના દેશના સર્વાંગી વિકાસ માટે પોતાની જમીનો આપી છે તો તેવા લોકોને ત્યાં સ્થાનિક તરીકે રોજગારી પૂરી પાડવી એ ખૂબ જ જરૂરી છે.

આ કર્મચારીઓને પગાર પણ ખુબ જ ઓછો આપવામાં આવે છે. આ 24 લોકોને વહેલી તકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ પર પરત લેવામા આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.

એમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે એની જાણ પોતાને કરવાની સરપંચ પરિષદે માંગ કરી છે , બહારના જિલ્લાના લોકોને કોના આધારે એમને જોબ પર લેવામાં આવ્યા છે એનો પણ ખુલાસો કરવા વિનતી કરવામાં આવી છે, અને આ લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તાત્કાલિક ધોરણે ફરજ પર પરત લેવા મા આવેએવી માંગ સાથે
આવનારા દિવસોમાં જ્યાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે ત્યાં ઈન્ટરવ્યુ લઈ સ્થાનિકની ભરતી કરવા જિલ્લાના તમામ સરપંચો તરફથી ભલામણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here