જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામે આવેલ ભક્ત ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો

જંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામે આવેલ ભક્ત ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના ૭૦૦ વિદ્યાર્થીઓએ શિક્ષકો,શાળા મેનેજમેન્ટ પરિવાર સાથે બોડેલી સ્થિત અલીપુરા ચોકડીથી ગોપેશ્વર મહાદેવ મંદિર સુધી રન કર્યું હતું.રન ફોર યુનિટી દરમિયાન વિદ્યાર્થીઓના વિવિધ ગર્જનાદ સરદાર વલ્લભભાઈ તુમ અમર રહો,ઇન્કલાબ ઝિંદાબાદ,જય જવાન જય કિસાન સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ભક્ત ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના બેનર સાથે લોકોમાં એક્તાભાવ જાગે એક ભારત શ્રેષ્ઠ ભારત બની રહે તેવી જનજાગૃતિને ચરિતાર્થ કરવા રેલી કાઢી આ મહાન નાયકને યાદ કરી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.કાર્યક્રમના અંતે શિક્ષકો,શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ દેશની એકતા,અખંડિતતા અને સુરક્ષાને બનાવી રાખવાના સંકલ્પ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here