બનાસકાંઠા : બિનખેતી કરાવવા માટે લાંચની માંગણી કરનાર વચેટીયા સાથેનો કથિત વાર્તાલાપ વાયરલ…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાખણી તાલુકાના કુવાણા ગામના અરજદારે બિનખેતી કરવા માટે ફાઇલ કરી હતી…

જિલ્લા કલેક્ટરશ્રી-પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી ના નામે લાંચની માંગણી કરાઈ રહી છે..

આ ફાઇલ અંગે મહેસુલ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી..

મહેસુલ મંત્રીની સૂચના બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહિ હોવાનો અરજદારનો આક્ષેપ..

પાલનપુરના હર્ષદભાઈ પટેલ નામના વ્યક્તિએ અરજદારને ફાઇલ પાસ કરાવવા માટે સાડા પાંચ લાખ રૂપિયા ની લાંચ આપવી પડશે..

સાડા પાંચ લાખ રૂપિયામાં પ્રાંત અધિકારી-દિયોદરનો વહિવટ અલગથી કરવાનો રહેશે..

આ ઓડિયો ક્લિપમાં મામલતદારશ્રી ૧૦ થી ૧૫ હજાર અને વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયા પ્રાંત અધિકારી ૪૦ થી ૫૦ હજાર રૂપિયા કલેક્ટરશ્રી સ્કવેર ફૂટના ૨ રૂપિયા લેખે આપવાના થાય છે

જિલ્લા અને તાલુકાના મુખ્ય અધિકારીઓના નામે આ વહીવટ થાય છે એ ખોટો હોય તો લાંચની માંગણી કરનાર વિરુદ્ધ તંત્ર પોલીસ ફરિયાદ દાખલ કરાવે એવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here