જબુગામ રાજપૂત સમાજની દીકરી બની પૂત્ર સમોવડી : હ્દય રોગની બિમારીથી નિધન થતાં મૃતક પિતાની નનામીને કાંધ અને અગ્નિદાહ આપી પૂત્ર ધમૅ નિભાવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

હિન્દુ સમાજમાં વર્ષોથી એવી માન્યતા છે કે દીકરાના હાથે જ માતા પિતાની અંતિમવિધિ કરવામાં આવે ત્યારે તેમના આત્માને શાંતિ મળે છે પરંતુ દિવસે દિવસે હવે આ વિચારસરણીમાં પણ સુધારો આવી રહ્યો છે અને ઘણી જગ્યાએ દીકરીઓ તેમના માતા-પિતાના નિધન પછી અગ્નિદાહ આપવા સહિત ધાર્મિક વિધિઓ પણ કરીને સમાજને નોખી અનોખી પ્રેરણા આપી રહી છે ત્યારે બોડેલી તાલુકાના જબુગામમાં રાજપૂત સમાજની દીકરી ધારાબાએ તેના પિતાનું નિધન થતા અગ્નિદાહ આપીને તેની અંતિમ વિધિ કરીને માત્ર રાજપૂત સમાજમાં નહીં અન્ય સમાજમાં પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું જબુગામના રાજપૂત સમાજના આગેવાન અને ચાર દશકથી દરેક સમાજ સાથે ખડેપગે રહી સામાજિક કાર્યકર તરીકે સક્રિય એવા નરવીરસિંહ રણજીતસિંહ રણા ઉર્ફે આશાભાઈને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓ ઢળી પડ્યા હતા. આથી તેઓને સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું આશાભાઈને હાર્ટ એટેકથી અવસાન થતાં આઘાતજનક પરિસ્થિતિમાં તેમની એકની એક દીકરી ધારાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી પિતાની લાડકવાઈ દીકરી પણ સ્વાભાવિક રીતે પરિવારજનોની જેમ ભાંગી પડી હતી. કેમ કે આ રીતે અચાનક પિતાનું મૃત્યુ થશે તેવી તો તેને કલ્પના પણ ન હતી. દીકરાની જરૂર કાંધ આપવામાં અગ્નિદાહમાં પડે જ છે કારણ કે એ જ હિન્દુ સમાજના સંસ્કારો છે પરંતુ જેને દીકરા જ નથી દીકરી જ માત્ર સંતાન છે તેઓ શું કરે ? ધારાએ તેના માટે આપણા સમાજને સરસ ઉદાહરણ આપ્યું છે દીકરી આટલી બધી હિંમત દાખવીને તેના પિતાને અગ્નિદાહ આપ્યો અને પરિવારને દીકરાની ખોટ સાલવા ના દીધી ખરેખર સમાજ માટે ધારાબા મોટું ઉદાહરણ રૂપ છે સમાજની દીકરીઓ માટે ધારાની આ હિંમત પ્રેરણાદાયક છે જે દીકરીઓને ઉદાહરણરૂપ બની શકે છે માત્ર રાજપૂત સમાજને જ નહીં પરંતુ અન્ય સમાજને પ્રેરણા આપી આ પ્રવૃત્તિને સૌએ બિરદાવી હતી અને આવકાર પણ આપ્યો હતો સ્મશાનમાં દિકરીએ મુખાગ્નિ આપતા હાજર સૌ રાજપૂત સમાજ તથા ગામના લોકોની આંખો ભરાઈ આવતા કરુણ દ્શ્યો સજૉયા હતા આમ જબુગામમાં એક અનોખી ધટના ઘટી હતી દિકરીએ પિતાની અંતિમ યાત્રાને ગૌરવ પુણૅ બનાવી દીધી હતી સામાજિક કાર્યકર આશાભાઈની સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here